September 20, 2021
September 20, 2021

આજે ભારતને 50 વર્ષે ઓવલમાં જીત મેળવવાનો મોકો

બંન્ને ટીમ માટે નિર્ણાયક દિવસ, કોણ મારશે બાજી ઈન્ડિયા કે ઇંગ્લેન્ડ?

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England )વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટ રોમાંચથી ભરપૂર રહી હતી. ઓવલ (Oval Test) માં રમાઇ રહેલી ટેસ્ટ મેચની ચોથા દિવસની રમત ભારત માટે પ્રમાણમાં સારી રહી હતી. ભારત તરફથી ચોથા દિવસે ઋષભ પંત (Rishabh Pant)અને શાર્દૂલ ઠાકુરે (Shardul Thakur) જબરદસ્ત ભાગીદારી કરી હતી. જેને લઇને ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે મજબૂત પડકાર સર્જી શક્યુ હતુ.

રોરી બર્ન્સ અને હસીબ હમિદે ઇંગ્લેન્ડનુ પલડુ મજબુત કરવા માટે પ્રયાસ કર્યો છે. બર્ન્સે 109 બોલનો સામનો કરીને 31 રન બનાવ્યા હતા. જ્યારે હમિદે 85 બોલમાં 43 રન કર્યા હતા. આમ હવે ઓવલ ટેસ્ટનો આજે અંતિમ દિવસ ખૂબ જ રોમાંચ ભર્યો બની રહેશે. જીતના દિવસે બંને ટીમો જીત મેળવવા માટે તમામ તાકાત અજમાવી લેશે.

ભારતીય ટીમ 466 રન કરીને ઓલ આઉટ થઇ હતી. ઇંગ્લેન્ડ સામે ભારતે 368 રનનો પડકાર રાખ્યો હતો. ઇંગ્લેન્ડે ચોથા દિવસની રમતના અંત સુધીમાં 77 રન નો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના કર્યો હતો. બંને ઓપનરોએ ઇંગ્લેન્ડને સારી શરુઆત અપાવી હતી. જે ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે.

 74 ,  1