પાકિસ્તાની એક્ટ્રેસ સાથે ક્રિકેટર મલિકની ગ્લેમરસ ફોટોશૂટથી ખળભળાટ…

શું સાનિયા મિર્ઝાનું ઘર ભાંગશે?

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને પાકિસ્તાની પાકિસ્તાની એક્ટ્રેસ આયશા ઉમરની રોમૅન્ટિક અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડીયામાં ધૂમ મચાવી રહી છે. શોએબ સાથે પોતાની રોમૅન્ટિક તસવીરો આયશાએ પોતે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

શોએબ અને આયશાની આ સિઝલિંગ તસવીરો ન માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, પરંતુ ફેન્સ આ તસવીરોને જોયા બાદ સાનિયા મિર્ઝાને પણ બચવાની સલાહ આપી રહ્યા છે.શોએબ મલિક અને આયશા ઉમરની આ તસવીરો એક લોકલ મેગેઝીનની છે. જે ગત મહિનાની છે.

આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં સ્કોટલેન્ડની જીત બાદ આયશાએ કેટલીક તસવીરો શેર કરી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ સેમી ફાઇનલના દિવસે પણ આયશાએ ઇન્સ્ટાગ્રામ પર મલિકની સાથે સ્વિમિંગ પુલમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોને જોયા બાદ જ ફેન્સ સાનિયા મિર્ઝાને અલગ-અલગ સલાહ આપી રહ્યા છે.

શોએબ મલિક અને આયશા ઉમરનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે અને ફેન્સ તેને સાનિયા મિર્ઝા સાથે પણ જોડી રહ્યા છે.

ફેન્સ સોશિયલ મીડિયામાં સવાલો કરી રહ્યા છે કે આખરે પાકિસ્તાનની ફેવરેટ ભાભી (સાનિયા મિર્ઝા)એ શોએબ મલિકને આટલી સિઝલિંગ તસવીરો માટે પરવાનગી કેવી રીતે આપી દીધી.

 88 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી