September 18, 2020
September 18, 2020

ભારતીય વિદેશ મંત્રાલયે ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સની કરી ટીકા, ફેલાવી રહ્યું છે જૂઠ

ખોટા તથ્યો રજૂ કરી ઉશ્કેરવાનો પ્રયત્ન, વિદેશ મંત્રાલયે આપી ચેતવણી

ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ભારતે ચીનના આરોપોનું ખંડન કર્યું છે. રક્ષા મંત્રાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ક્યારે LACના નિયમોનું ઉલ્લઘંન કર્યું નથી. પરંતુ ચીન LAC પર સતત ઉશ્કેરવાની કાર્યવાહી કરી રહ્યું છે. ચીનના સૈનિકોએ LAC પર હવામાં ફાયરિંગ કર્યું હતું.

ચીનના પોકળ દાવાઓની ભારતે પોલ ખૂલતા જણાવ્યું હતું કે, PLA સૈનિક LACની પર ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. ભારતીય સૈનિકોએ તેમને જવાનું કહ્યું તો તેઓએ ડરાવા માટે હવામાં કેટલીક ગોળીઓ ચલાવી હતી.

ત્યારે ચીની મીડિયામાં ખોટા અહેવાલો રજૂ કરી ઉશ્કેરાવવાનું કામ કરી રહી છે. એટલું જ નહીં આરોપોને પુનરાવર્તિત કરીને ભારતને ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સની ટીક્કા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનનું અખબાર ગ્લોબલ ટાઇમ્સ ખોટા તથ્યો રજૂ કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ગ્લોબલ ટાઇમ્સની સાથોસાથ ચીની મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટ્સ જોયા. તેમાં NSA અજિત ડોભાલને લઈને પણ કેટલીક કોમેન્ટ્સ કરવામાં આવી છે. આ રિપોર્સ્અ બિલકુલ નકલી અને ખોટા છે. તેનો કોઈ આધાર નથી. અમે મીડિયાને આવા પ્રકારના રિપોર્ટિંગથી દૂર રહેવાનો આગ્રહ કરીએ છીએ.

ચીને એવું પણ જુઠ્ઠાણું ચલાવ્યું છે કે, ભારતીય સૈનિકોએ સાત સપ્ટેમ્બરની રાતે ફાયરિંગ કર્યું હતું. જોકે ભારતીય સેનાએ આ જુઠ્ઠાણાને રદિયો આપીને કહ્યું હતું કે, ફાયરિંગ ચીનના સૈનિકો દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતના સૈનિકોએ તો તેની સામે ભારે સંયમ દાખવ્યો હતો. ચીન લદાખમાં ભારતીય સૈન્યને ઉશ્કેરતી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. સોમવારે રાત્રે ચીને એલએસી પર હવામાં ફાયરિંગ કર્યું હતું અને તે પછી ભારતે પોતાને આ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

 39 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર