ગોવામાં મધરાતે તૂટી MGP પાર્ટી, બે ધારાસભ્ય ભાજપમાં જોડાયા

ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના 3માંથી 2 ધારાસભ્યોએ બુધવારે એમજીપી વિધાયક દળનો ભાજપમાં વિલય કરી દીધો. આ સાથે જ રાજ્યની 40 સભ્યોની વિધાનસભામાં હવે 14 ધારાસભ્યો ભાજપના થઈ ગયા છે.

ધારાસભ્ય મનોહર અજગાંવકર અને દીપક પાવસ્કરે ગોવા વિધાનસભાના કાર્યવાહક અધ્યક્ષ માઈકલ લોબોને મંગળવાર મોડી રાતે પોણા એક વાગે પત્ર આપ્યો જેમાં એમજીપી વિધાયક દળના ભાજપમાં વિલયની વાત જણાવાઈ છે. જો કે એમજીપીના ત્રીજા ધારાસભ્ય સુદીન ધવલીકરના તેના પર હસ્તાક્ષર નથી.

પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ પાર્ટીના બે તૃત્યાંશ સભ્યો એક જ સાથે પાર્ટી છોડે તો તેમને એક અલગ પાર્ટી તરીકે માન્યતા આપી શકાય છે અને તે ધારાસભ્યોનું સભ્યપદ યથાવત્ રહી શકે છે.

મનોહર પર્રિકરના નિધન બાદ ભાજપને ગોવામાં પોતાની સરકાર બચાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના નેતા ધવલિકર પણ મુખ્યમંત્રી બનવા માંગે છે, અને તેથી જ કદાચ આ નિર્ણય લેવામાં સમય લઈ રહ્યા છે. જો કે, હવે ધવલિકર સામે નાયબ મુખ્યમંત્રીપદ ગુમાવવાનો પણ ભય છે.

 105 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી