September 23, 2021
September 23, 2021

ગોવામાં બની ભાજપ સરકાર, સાવંતે ફ્લોર ટેસ્ટમાં સાબિત કર્યો બહુમત

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરના નિધન બાદ પ્રમોદ સાવંતના નેતૃત્વમાં ભાજપની સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધી છે. ફ્લોર ટેસ્ટ દરમ્યાન સરકારને 20 ધારાસભ્યોનું સમર્થન મળ્યું. જ્યારે 15 ધારાસભ્યો એ વિપક્ષમાં વોટિંગ કર્યું. જો કે આખરે પ્રમોદ સાવંતની સરકારે વિશ્વાસ મત જીતી લીધો. 20 ધારાસભ્યોએ સમર્થનમાં મત આપ્યાં જેમાં ભાજપના 11, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના 3, ગોવા ફોરવર્ડ પાર્ટીના 3 અને અપક્ષના ત્રણ ધારાસભ્ય સામેલ છે. જ્યારે વિરોધમાં 15 મત પડ્યાં જેમાં 14 કોંગ્રેસના અને એનસીપીના એક ધારાસભ્ય છે.

આપને જણાવી દઇએ, સોમવારે મોડી રાતે સાવંતે ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સાવંત સાથે 11 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. પાર્રિકરના નિધન બાદ ભાજપને સરકાર જાળવવામાં ખૂબ મહેનત કરવી પડી. એમજીપી અને જીએફપીને નાયબ મુખ્યમંત્રીના પદ આપવા પડ્યા છે.

 57 ,  3