Video: દરિયામાં યુવક 4 કિમી સુધી ખેંચાયો, કોસ્ટગાર્ડે એરલીફ્ટ કરી બચાવ્યો

ઘટના ગોવાના જાણીતા કાબો-ડે-રામા બીચની છે. 20 વર્ષનો એક યુવક સમુદ્રની તેજ લહેરો સાથે ખેંચાઈ ગયો હતો. લહેરો ગણતરીની સેકન્ડમાં જ આ યુવકને કિનારાથી લગભગ 2 નોટિકલ માઈલ એટલે કે 3.7 કિમી દૂર ખેંચીને લઈ ગઈ હતી. ગોવાના સમુદ્રમાં લહેરોની વચ્ચે ફસાયેલા યુવકને ભારતીય તટરક્ષક દળ દ્વારા હેલિકોપ્ટર વડે રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવી લીધો હતો.

વીડિયોમાં જે પ્રમાણે દેખાય છે તેનાથી એવું લાગે છે કે આ યુવકને તરતા આવડતું હતું એટલે તે પાણીની સપાટી ઉપર જ હતો. આ દરમિયાન બીચ પર હાજર લોકોએ યુવક સમુદ્રની લહેરોમાં એક યુવક તણાઈ ગયો હોવાની સુચના કોસ્ટ ગાર્ડને આપી હતી. કોસ્ટગાર્ડે પોતાના હેલિકોપ્ટર વડે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી