ગોવા સરકાર પર સુપ્રિમ કોર્ટ ભારે ખફા….!

સચિવ રાજ્ય ચૂંટણી કમિશન બનાવતા સુપ્રિમનો સખત વિરોધ

સુપ્રિમ કોર્ટે ગોવામાં રાજ્ય સરકાર દ્વારા તેમના એક સચિવને રાજ્ય ચૂંટણીપંચ તરીકે નિયુક્ત કરતા ભારે ખફા થઇ છે. સુપ્રિમ કોર્ટે આ મામલે ત્યાં સુધી ટીપ્પણી કરી છે કે, આ રીતે એક સરકારી અધિકારીની નિમણૂંક સ્વંત્રત ચૂંટણીપંચ તરીકે કરવી એ બંધારણની હાંસી ઉડાવવા સમાન છે. કોર્ટે તાકિદે તે નિમણૂંક રદ કરવા આદેશ આપ્યો છે.

મામલો એવો છે કે ગોવા સરકારે એક સચિવને ઇન્ચાર્જ રાજ્ય ચૂંટણીપંચ તરીકે નિમણૂંક આપી હતી. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા રાજ્યમાં તમામ સ્થાનિક સંંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની જવાબદારી હોય છે. મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે આ અંગે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી. અને કહ્યું કે કોઇપણ સરકારી કર્મચારી ઇન્ચાર્જ ચૂંટણીપંચ બની શકે નહીં. કેમકે જે સરકારી અધિકારીએ સરકારની આધિન કામ કર્યું હોય તે ચૂંટણી પંચમાં કઇ રીતે સ્વતંત્ર અને તટસ્થ ફરજ બજાવી શકશે ? ચૂંટણી પંચ સ્વંતત્ર વ્યક્તિ હોવો જોઇએ.

 28 ,  2