હોમ લોનના હપ્તા મકાન ભાડાં કરતા સસ્તા કરવા પ્રયાસ હાથ ધરાશે

RBI દ્વારા રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડા બાદ નાણાં મંત્રી અરુણ જેટલી હવે પ્રજાને રીઝવવા પ્રસાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર લોનની EMIની રકમ કરતા પણ સસ્તી કરી દેશે. બીજી વખત સત્તામાં આવીશું તો એવી નીતિ લાવીશું જેથી ફરી વ્યાજ દરમાં ઘટાડો થશે.

આ સિવાય તેમણે જણાવ્યું હતું GST કમિટિની આગામી બેઠક GSTના દરોમાં ઘટાડો કરવા અંગે ચર્ચા કરાશે. અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, જ્યારે વાજપાયી વડાપ્રધાન હતા. ત્યારે હોમ લોન ખૂબ સસ્તી હતી, લોનની EMI ઘરના ભાડા કરતા પણ સસ્તી હતી. મને લાગે છે આપણે એ જ વ્યાજદર સુધી જવાની જરૂર છે.

 49 ,  3