જમ્મૂ-કાશ્મીરમાં શાંતિની વચ્ચે બકરી ઇદની ઉજવણી, સુરક્ષાબળોની અગ્નિપરીક્ષા

આજે મુસ્લિમ સમુદાયનો બકરી ઈદનો તહેવાર છે. સમગ્ર વિશ્વમાં બકરી ઈદની ઉજવણી થઇ રહી છે. ત્યારે જમ્મૂ-કશ્મીરમાં પણ બકરી ઈદના તહેવારને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બકરી ઈદને લઈને હવે કશ્મીરના અતિ સંવેદનશીલ વિસ્તાર રાજૌરીમાં કલમ 144ને લઈને થોડી ઢીલ આપવામાં આવી છે.

રાજૌરીમાં ઈદને લઈને હાલ કલમ 144 હટાવી લેવામાં આવી છે. જેથી કરીને ઈદની ઉજવણીમાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. જો કે, આર્ટિકલ 370 નાબૂદ થતાં કલમ 144 લાગૂ કરવામાં આવી હતી.હાલ ઘાટીમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.સુરક્ષાબળના જવાનો પણ સ્થાનિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ધારા 144 હટાવ્યા બાદ માર્કેટમાં લોકોની રોનક જોવા મળી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો વસ્તુ ખરીદવા માર્કેટમાં પહોંચ્યા હતાં.

એક તરફ ઘાટીમાં 144 લાગૂ છે, તો બીજી તરફ જમ્મૂમાં એક વાર ફરી રોનક જોવા મળી રહી છે. અહીં ધારા 144 હટાવી દેવામાં આવી છે. સ્કૂલ-કોલેજ અને માર્કેટ ફરી ખૂલી ગયા છે. જો કે હાલમાં સુરક્ષાબળ તૈનાત છે. જમ્મૂમાં ઇદને લઇને છૂટ આપવામાં આવી છે. અહીં ધારા 144 પહેલાથી જ હટાવી દેવામાં આવી છે. જો કે હવે ફોન કોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.
જો બીજી તરફ આતંકીઓ ઇદ કે સ્વતંત્ર દિવસે હુમલા કરે તેવી આશંકાના પગલે સુરક્ષાબળ એલર્ટ મોડમાં છે. ગુપ્તચર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર 7 ફિદાયીન ભારતમાં મોટા હુમલા કરે તેવી આશંકા છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી