ગોકુલધામના સેક્રેટરી ‘આત્મારામ ભીડે’ થયા કોરોના સંક્રમિત

ભીડે માસ્ટર કોરોનાગ્રસ્ત થતાં નિર્માતા અસિત મોદી મુકાયા ચિંતામાં

પોપુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખરાબ સમાચાર છે. મયૂર વાકાણી ઉર્ફે સુંદર કોરોના સંક્રમિત થયા બાદ શોમાં ભીંડેનું પાત્ર ભજવનાર મંદાર ચંદવાદકર ટેસ્ટમાં કોરોના વાયરસથી ગ્રસ્ત થયા છે. સમાચાર છે કે મંદારે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો અને શુક્રવારે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.  

મંદારના સ્વાસ્થ્ય ઉપરાંત શોના નિર્માતા અસિત મોદી માટે પણ ચિંતાની વાત છે કે હાલમાં ચાલી રહેલા તમામ ટ્રેક ભીડે અને તેમના પરિવાર પર ફોકસ હતા અને મેકર્સને અચાનક સ્ટોરે માટે પોતાનો ટ્રેક બદલવો પડશે. હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રસારણકર્તા અને ટીમ અસિત મોદી માટે પડકાર છે કે તે કહાનીને કેવી રીતે આગળ લઇ જાય છે.

એ પણ સમાચાર છે કે શોમાં મંદારની ઓન સ્ક્રીન પત્ની સોનાલિકા જોશી અને પુત્રી પલક સિંધવાની (સોનૂ) લાસ્ટ શૂટિંગ વખતે તેમની સાથે શૂટિંગ કરી રહી હતી. એક સૂત્રનું કહેવું છે કે ‘મંદાર એક અઠવાડિયાથી સામાન્ય લક્ષણો સામે શરદીનો સામનો કરી રહ્યા હતા. ધીમે ધીમે તેમની સમસ્યા વધતી જઇ રહી હતી. તેમણે પોતાની પરેશાની માટે ડોક્ટરને મળ્યા તો તેમણે કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી. તેમને થોડી આશંકા હતી કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવશે. 

 76 ,  1