September 21, 2020
September 21, 2020

સોના-ચાંદીના ભાવ તેજી, સોનું 52 હજારને પાર અને ચાંદી 65 હજારને પાર

16 માર્ચ 2020 પછી સોનામાં 32 ટકા અને ચાંદીમાં 18 માર્ચ પછી 86 ટકાની તેજી જોવા મળી…

સોનું અને ચાંદીમાં ફરી એક વખત તેજી જોવા મળી છે. સોનાનો ભાવ 52 હજારને પાર થયો છે. એક દિવસમાં સોનાનાં ભાવમાં ઉછાળો નોંધાતા, સોનું 52 હજારે પહોંચ્યું છે તો ચાંદીમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીનાં ભાવ 65 હજારને પાર પહોચ્યા છે.

આજે ટ્રેડિંગમાં સોનાનો ભાવ 52136 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં 65543.00 પ્રતિ કિલો પર ટ્રેડિંગ થઈ રહ્યું હતું. 

કોરોના વાયરસ ચેપનો વૈશ્વિક ફેલાવો થયો હોવાથી રોકાણકારો કિંમતી ધાતુઓ તરફ આગળ વધ્યાં છે. આને કારણે, તેમના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

બુલિયન માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવાળી સુધીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂા.65, 000 સુધી જઈ શકે છે. તો બીજી તરફ ચાંદી માગમાં સતત વધારાના કારણે પ્રતિ કિલો રૂા.90 હજાર સુધી જઈ શકે.’ કોરોના વાઈરસનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે ત્યારે રોકાણકારો સોના-ચાંદીને રોકાણમાટે ખરીદી રહ્યાં છે.’ ક્રૂડતેલ અને રિયલ એસ્ટેટમાં રોકાણ’ થઈ રહ્યું છે પણ તેમાં સોના અને ચાંદીના જેટલું નથી.”’

કોરોના સમયમાં સોના અને ચાંદીમાં રોકાણ કરવાથી રોકાણકારોને ઊંચું વળતર મળ્યું છે. 16 માર્ચ 2020 પછી સોનામાં 32 ટકા અને ચાંદીમાં 18 માર્ચ પછી 86 ટકાની તેજી જોવા મળી છે.”
અમેરિકા અને ચીન વચ્ચે આર્થિક તણાવ અને અન્ય ભૂરાજકીય પરિબળોના કારણે સુરક્ષિત રોકાણ તરફ રોકાણકારોનું વલણ જોવા મળ્યું છે. તેમાં તેમની પહેલી પસંદ સોનું અને ચાંદી છે.”
આ ઉપરાંત અમેરિકન ડૉલર મુખ્ય છ વૈશ્વિક ચલણો સામે નબળો પડવાના કારણે સોના ચાંદીમાં તેજી વણથંભી બની છે. ડૉલરમાં પણ રોકાણ થાય છે પણ 18 માર્ચે ડૉલર ઇન્ડેક્સ 100.43 હતો તે અત્યારે ઘટીને 94.87 ઉપર આવી ગયો છે.”

મેક્સિકોમાં કોરોનાનો વ્યાપ વધતાં ચાંદીનો પુરવઠો ખોરવાઈ જતાં તેના ભાવમાં જબરદસ્ત તેજી આવી છે. તે સાથે ચાંદીની ઔદ્યોગિક માગ પણ વધવાથી તેમાં તેજીને બળ મળ્યું છે.” પીએનજી જવેલર્સના સૌરભ ગાડગિલના જણાવ્યા મુજબ આગામી દિવાળીના તહેવારો સુધી સોનામાં તેજીનું વલણ જોવા મળશે. તેના ભાવ રૂા.65,000 સુધી જઈ શકે. ગ્રાહકો માટે આ સમય સોનામાં રોકાણ કરવા માટે ઉત્તમ છે.”

રોકાણકારોએ તેના પોર્ટફોલિયોમાં સોના માટે 25 ટકા રોકાણ અનામત કરવું જોઈએ, તેમને શ્રેષ્ઠ રિટર્ન મળી શકે અને આ રોકાણ હંમેશા સુરક્ષિત માનવામાં આવે છે.”

વામન હરિ પેઠેના ડિરેક્ટર આદિત્ય પેઠેએ જણાવ્યું કે સોનાના ભાવમાં હજી 10થી 15 ટકાનો ઉછાળો સંભવ છે. લોકો સોનામાં રોકાણ કરવા ઉત્સુક છે, લોકો હજી સોનું ખરીદી કરવા આગળ આવી રહ્યા છે. તેનો અર્થ એ થયો કે સોનામાં તેજી હજી આગળ વધશે.”

સૌરભ ગાડગિલનું માનવું છે કે સોના કરતાં ચાંદીમાં તેજી મજબૂત બનશે. ઔદ્યોગિક માગ વધવાથી ચાંદીના ભાવ ઓર વધશે. સોલાર પેનલ અને 5જી ટેક્નૉલૉજીમાં ચાંદીનો ઉપયોગ વધવાથી આ કિંમતી ધાતુમાં તેજી આગળ વધી છે.”

આગામી દિવાળી સુધીમાં ચાંદી કિલોએ રૂા.90 હજાર સુધી જઈ શકે. આ તેજી બે વર્ષ સુધી રહેશે. અૉટો ઉદ્યોગમાં માગ શરૂ થતાં ચાંદીને ટેકો મળશે, એમ ગાડગિલનું માનવું છે.”

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર