સોનું ગાયબ : કેન્દ્રીય તપાસ એજન્સીઓની વિશ્વસનિયતા સામે સવાલો

સીબીઆઇ કસ્ટડીમાંથી 100 કિલો અને ઇડી કસ્ટડીમાંથી બે કિલો સોનું નવ દો ગ્યારા

કેન્દ્રીય તપાસ એજન્સીઓની કસ્ટડીમાંથી સોનાનો જથ્થો ગુમ થવાના કિસ્સાઓને કારણે આ એજન્સીઓની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો થઇ રહ્યા છે.

તાજેતરમાં ચેન્નઇમાં સીબીઆઇની કસ્ટડીમાંથી 102 કિલો સોનું ગાયબ થયાની ઘટના બની હતી. જેમાં સ્થાનિક કોર્ટે આ ગાયબ સોનાની તપાસ સ્થાનિક પોલીસને આપતા સીબીઆઇએ તેનો વિરોધ કર્યો હતો. અને કોર્ટને એવી વિનંતી કરી કે કેન્દ્રીય એજન્સી સામે સ્થાનિક પોલીસ તપાસ કરશે તો સીબીઆઇને નીચા જોવા સમાન થશે. પરંતુ કોર્ટે સીબીઆઇની આ દલીલ ફગાવીને સ્થાનિક સીબી-સીઆઇડીને તપાસ સોંપી હતી.

સોનું ગાયબ થવાની બીજી ઘટના ગુજરાતમાં બની છે. 201ના ભૂંકપ વખતે ઇડી એજન્સીએ જપ્ત મુદ્દામાલ બે કિલો સોનું જામનગર ડીવીઝનને સાચવવા માટે આપ્યું હતું. પરંતુ હાલમાં તેની તપાસ કરતા આ સોનું પર ગાયબવ થયાનું બહાર આવ્યું છે. જેની કિંમત અંદાજે એક કરોડ રૂપિયા થાય છે. જ્યારે 100 કિલો કરતા વધુ ગાયબ સોનાની કિંમત 45 કરોડ દર્શાવવામાં આવી રહી છે. આ ઘટનાઓને કારણે કેન્દ્રીય તપાસ એજન્સીની બેદરકારી બહાર આવી.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર