સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો…

અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 50,350 રૂપિયા

સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય બુલિયન માર્કેટમાં 16 ડિસેમ્બર, 2021ના રોજ સોનાની કિંમતમાં વધારો થયો હતો ગઈકાલે સોનાની કિંમતમાં 200 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં સોનુ 50 હજારને પાર છે.

આંતરરાષ્ટ્રીય બજારોના સંકેતો અને નબળા ડોલરના કારણે આજે પણ ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો છે. મલ્ટી-કોમોડિટી એક્સચેન્જમાં આજે સોનાના વાયદાના ભાવમાં 0.29 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આજે સવારે 9.40 વાગ્યે, સોનાની વાયદાની કિંમત 48,785 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. તે જ સમયે, આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના વાયદાના ભાવ 0.11 ટકા ઘટીને રૂ. 62,083 પ્રતિ કિલો થયા છે.

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         50350
RAJKOT 999                   50370
(સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 50120
MUMBAI                  48360
DELHI                      51760
KOLKATA                51110
(સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE          49850
HYDRABAD         49850
PUNE                      49780
JAYPUR                 49200
PATNA                   49780
NAGPUR               48360
(સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI               44504
AMERICA         44152
AUSTRALIA     43144
CHINA              44206
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને 4 ટકા કરવાની તૈયારીમાં છે મોદી સરકાર

આજે સોનાને લઈને મોટા સમાચાર આવ્યા છે અને તેના કારણે સોના સંબંધિત શેરો અને જ્વેલરી શેરોમાં હલચલ જોવા મળી રહી છે. હકીકતમાં, વાણિજ્ય મંત્રાલયે સોના પરની આયાત જકાત ઘટાડીને 4 ટકા કરવાની ભલામણ કરી છે. હાલમાં, સોના પર 7.5 ટકા આયાત જકાત લાગે છે અને તેના પર 2.5 ટકા કૃષિ ઉપકર અથવા કર લાદવામાં આવે છે, જેના કારણે તેની કુલ આયાત જકાત 10 ટકા છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી