સોના- ચાંદીના રેટમાં મોટો ઘટાડો, 10 હજારથી વધારે સસ્તુ મળી રહ્યું છે સોનું..

સોનામાં 4 વર્ષનો મોટો માસિક ઘટાડો, જૂનમાં ₹2200 સસ્તુ થયુ

સોના- ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોનામાં રોકાણ કરવાનો આ ઉત્તમ સમય છે. ગુરુવારે 22 કેરેટના સોનાના ભાવમાં 46,200 રુપિયા ઘટીને 45,740 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. ગુડ રિટર્ન્સ વેબસાઈટ મુજબ ચાંદીની કિંમત 67, 600 રુપિયા પ્રતિ કિલો રહી. ગત વર્ષ ઓગસ્ટમાં રેકોર્ડ હાઈ 56191 રુપિયાના ભાવના હિસાબે જોઈએ તો સોનું 10, 000 રુપિયાથી વધારે સસ્તુ વેચાઈ રહ્યુ છે. એક્સપર્ટ હાલના સ્તર પર નવા રોકાણકારોની એન્ટ્રી માટે સારો સમય માની રહ્યા છે.

અમદાવાદના બુલિયન બજારમાં જૂનના છેલ્લા દિવસે સોનાની કિંમત માત્ર 100 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠ 48,500 રૂપિયા થઇ હતી, જે બે મહિનાની નીચી સપાટી છે.

આ સાથે ચાલુ કેલેન્ડર વર્ષ 2021ના પ્રથમ છ મહિનામાં સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 3300 રૂપિયા સસ્તુ થયુ છે. જો કે ચાંદીની કિંમતમાં પ્રતિ એક કિગ્રા દીઠ 1500 રૂપિયાની વૃદ્ધિ જોવા મળી છે. કોરોના મહામારી બાદ ઔદ્યોગિક ક્ષેત્રે માંગ વધતા હાલ સોના કરતા ચાંદીમાં માર્કેટ ફંડામેન્ટલ વધારે મજબૂત હોવાનું મનાય છે. 31મી ડિસેમ્બર, 2021ના અંતે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 51,800 રૂપિયા અને ચાંદીની 67,500 રૂપિયા હતી. હાલ વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે સોનાના વૈશ્વિક હાજર ભાવ 17 ડોલરના ઘટાડે 1762 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયા હતા. આ સાથે ચાલુ જૂન મહિનામાં સોનાના વૈશ્વિક ભાવ 6.8 ટકા તૂટ્યા છે જે નવેમ્બર 2016 બાદ ચાર વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો છે. હાલ વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમત 25.74 ડોલર પ્રતિ ટ્રોય છે. તો પેલેડિયમનો ભાવ 2673 ડોલર પ્રતિ ટ્રોય હોત અને તેમાં સતત બીજો માસિક ઘટાડો નોંધાયો છે. તેવી જ રીતે પ્લેડિયમમાં માર્ચ 2020 પછીનો સૌથી મોટો માસિક અને ત્રિમાસિક ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ યુએસ ફેડરલ બેન્કે નિર્ધારિત સમય કરતા વ્યાજદરમાં ઝડપી વૃદ્ધિના સંકેત બાદ અમેરિકન ડોલર મજબૂત થયો છે અને તે જૂનમાં 1.9 ટકા વધ્યો છે જે માર્ચ 2020 પછીની સૌથી મોટી માસિક વૃદ્ધિ છે.

 82 ,  1