વાયદા બજારમાં તૂટ્યું સોનું, ચાંદીની ચમક ફીકી પડી, રોકાણકારો ચિંતામાં

સોના ચાંદીમાં જબરો કડાકો, સોનું 10 ગ્રામ દીઠ રૂ. 49,400 અને ચાંદી કીલોદીઠ રૂ.56,925

છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકનજ ડૉલરમાં આવેલી તેજીના કારણે વિદેશી બજારોમાં સોનાના ભાવ 2 ટકા ઘટીને 1862 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. બીજી તરફ, સ્થાનિક બજારોમાં ગત મહિનાના રેકોર્ડ ઊંચાઈથી ગોલ્ડ 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ ગયું છે. કોમોડિટી બજારમાં સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં ચારગણો ઘટાડો નોંધાયો. સોનું પણ 683 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 2,800 રૂપિયા ઘટાડો  થયો. 

એમસીએક્સ પર સોનાનો ભાવ 49,400 થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ 56, 925 થયો છે. સોના –ચાંદીના ભાવ છેલ્લા પાંચ દિવસથી સતત ઘટી રહ્યા છે અને લોકોને સસ્તા ભાવે કિંમતી ધાતુ ખરીદવાની તક પણ મળી રહી છે. અમદાવાદ ખાતે સોનાના ભાવ છેલ્લા પાંચ દિવસમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1750 ઘટી ગયા છે. તો ચાંદી આ સમયગાળામાં કિગ્રા દીઠ રૂ.7000 સસ્તી થઇ છે. અમદાવાદમાં 18મી સપ્ટેમ્બરના રોજથી બંને કિંમતી ધાતુના ભાવ ઘટી રહ્યા છે તે દિવસે સોનું રૂ. 53,500 અને ચાંદી રૂ. 65,500 હતી.

આ અઠવાડિયે સોનામાં મંદી આવતા રોકાણકારોમાં ચિંતા પેઠી છે. રોકાણકારોમાં ચિંતા છે કે સોનાના ઘટી રહેલ ભાવ રાહત લઇ રહ્યા છે કે અથવા ખુબ ઝડપથી નીચે આવી રહ્યા છે. ઓગષ્ટની શરૂઆતમાં સોનુ ઉછળીને 2075 ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું હતું. વર્તમાન સમયે સોનાનો મુખ્ય ચાલક ડોલર છે. આ અઠવાડિયે જ અમેરિકન કરન્સી મજબૂત થઇ છે ત્યાં સુધી કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરો પર વધુ ડોવીશ રહ્યો હતો. ડોલરમાં નવા આવેલ જોમનું કારણ અમેરિકામાં જાહેર થનારા પ્રોત્સાહક પેકેજને અનુલક્ષીને હોઈ શકે છે.

 40 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર