ધનતેરસ-દિવાળી પહેલા ઘટ્યા સોના-ચાંદીના ભાવ

ધનતેરસ-દિવાળી પહેલા સોનું ખરીદવનાર માટે ખુશખબર

ધનતેરસ-દિવાળી પહેલા સોનું ખરીદવનાર માટે ખુશખબર છે. આજે એટલે કે 1 નવેમ્બર સોમવારે સોની બજારમાં શુક્રવારના મુકાબલે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનાનો ભાવ 48000ની નીચે આવી ગયો છે. સોના-ચાંદીના આ એવરેજ ભાવમાં જીએસટી અને મેકિંગ ચાર્જ જોડાયેલો નથી. 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા સોના-ચાંદીના લેટેસ્ટ રેટ પ્રમાણે શુક્રવારના બંધ ભાવ 47975 રૂપિયા પ્રતિ 10 ગ્રામના મુકાબલે 24 કેરેટ પ્યોર ગોલ્ડ આજે 4775 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો અને ચાંદી 140 રૂપિયા સસ્તી થઈ 64368 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી. એટલે કે હવે 24 કેરેટ શુદ્ધ સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટ  56126 રૂપિયાથી 8478 રૂપિયા સસ્તું રહી ગયું છે. 

તો ચાંદી પાછલા વર્ષના સર્વોચ્ચ રેટ 76004 રૂપિયાથી 11640 રૂપિયા સસ્તી છે. તેના પર 3 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ અલગથી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર આ રેટ અને તમારા શહેરના રેટમાં 500થી 1000 રૂપિયાનું અંતર હોઈ શકે છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી