દહેગામઃ સોના- ચાંદીની ચોરી કરનાર બાઇક ચાલક ઝડ્પાયો, ત્રણ ફરાર

દહેગામ શહેરમા ચોરીના બનાવો દીન પ્રતિદીન વધી જવા પામ્યા છે.ત્યારે દહેગામ શાસ્ત્રીનગર સોસાયટીમાં રાત્રીના સમયે ચાર જેટલા તસ્કરોએ તડખડાટ મચાવી ૯૮ હજાર જેટલી રોકડ રકમ અને સોના ચાંદીની ચોરી કરી ભાગવા જતા બે બાઈકો સાથે એક ચોર રંગે હાથે પકડાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ દહેગામ શહેરમા આવેલ શાસ્ત્રીનગર સોસાયટીમા રહેતા રવીભાઈ ફુશાભાઈ રાઠોડે અમારા પ્રતિનિધિને રૂબરૂ મુલાકાત આપીને જણાવ્યુ છે કે હુ મારા રહેઠાણમાં મકાન નંબર ૨૬ માં સુતો હતો ત્યારે મારો પુત્ર પ્રકાશકુમાર બીજા માળે સુતો હતો અને રાત્રીના ૩:૩૦ વાગે શૌચાલય જવા માટે નીચે ઉતરતા મને ઉઠાડવા માટે દરવાજો ખખડાવ્યો પરંતુ હુ થોડા સમય બાદ દરવાજો ખોલીને બહારની સાઈડે જતા કોઈકને બોલવાનો અવાજ આવતા હુ ત્યા ગયો તો ચાર વ્યક્તિઓ મને પકડી પાડ્યો અને મને મારી નાખવાની ધમકી આપી અને તેવા સમયે મારા પુત્ર પ્રકાશને અવાજ આવતા તે વરંઢો કુદીને બહાર જતા ચાર ઈસમો બાઈકો લઈને ભાગવા જતા મારા પુત્રએ આ ચાર ઈસમોને પકડવા જતા તેમા ભારે ઝપાઝપી થઇ હતી.

ત્યારે આ ત્રણ ચોર પ્રકાશને મારવા માટે તુટી પડ્યા તેવા સમયે સોસાયટીના લોકો જાગી જતા બે બાઈકો મુકીને ત્રણ ચોરો ભાગી ગયા અને એક ચોર પકડાઈ જવા પામ્યો હતો.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી