ભારતીયોને ઘરમાં સોનું રાખવાનું પડ્યું ભારે…..!

બ્રિટનમાં વસતા ભારતીય મૂળના લોકો ચોરોના નિશાન પર છે. પોલીસ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ગત 2013થી 2018ની વચ્ચે આશરે 28000 ચોરીના કેસ નોંધાયા છે, તેમાં પીડિતો મોટાભાગે ભારતીય મૂળના જ હતા. જેમાં તેમનું આશરે 1300 કરોડ રૂપિયાનું સોનું ચોરાઇ ગયું હોવાનો ખુલાસો થયો છે.

પશ્ચિમ લંડનના સાઉથહોલમાં સોનાના એશિયન વેપારીનું કહેવું છે કે ભારતીય પોતાની બચતનું રોકાણ ખાસ કરીને સોનામાં કરે છે. તેનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. લોકોને તેમના વાલીઓ દ્વારા કહેવામાં આવે છે કે સોનું જરૂર ખરીદવું જોઇએ. કારણ કે તે એક રોકાણ તો છે સાથે શુભ પણ હોય છે. ચોરોને એ સારી રીતે સમજાઇ ગયું છે. તેથી તેમના નિશાન પર મોટી સંખ્યામાં ભારતીય મૂળના પરિવારો હોય છે.

બ્રિટિશ પોલીસ દ્વ્રારા આપવામાં આવેલા આંકડા મુજબ સૌથી વધુ ચોરી ગ્રેટર લંડન માં થઇ. ત્યાર પછી ગ્રેટર માન્ચેસ્ટર આવે છે. પોલીસના જણાવ્યા મુજબ 2017-18ની વચ્ચે 192 કરોડ રૂપિયાની 3300 ચોરીઓ થઇ. કેન્ટ પોલીસે આ દરમિયાન 145 કરોડની 89 ચોરી અને ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે 136 કરોડ રૂપિયાની 238 ચોરીના મામલા નોંધ્યા હતા.

 49 ,  3