‘ગોલ્ડન બોય’ નીરજ ચોપડા આજે બનશે ગુજરાતના અતિથિ…

અમદાવાદના મનિપુર ગામ પાસેના સંસ્કારધામ સ્કુલ સંકુલની મુલાકાત લેશે

ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો અને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. જે બાદ દેશ અને દુનિયામાં નીરચ ચોપડાનું નામ જાણીતું બન્યું છે. આજે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાનને પગલે આજે નીરજ ચોપડા ગુજરાતના મહેમાન બનવાના છે. આજે અમદાવાદના મનિપુર ગામ પાસેની સંસ્કારધામ સ્કુલ સંકુલની મુલાકાત લેશે. આરએસએસ સાથે સંકલિત આ સ્કૂલના ચુનંદા વિદ્યાર્થીઓ સાથે રૂબરૂમાં તેમજ વીડિયો-કોન્ફરન્સિંગથી જોડાઈને ચોપરા કૂપોષણની બદી દૂર કરવાનો સંદેશ આપશે.

મહત્વનું છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત PM મોદીએ દેશના ખેલાડીઓને વિવિધ સ્કૂલોની મુકાલાત માટે જવાનું આહવાન કર્યું હતું જે બાદ ‘મીટ ધ ચેમ્પિયન્સ’ પ્રોગ્રામ હેઠળ 75 સ્કૂલોની મુલાકાત લેશે, એટલું જ નહીં તેઓ 75માં સ્વતંત્રતા દિવસ પૂર્વે 75 સ્કૂલોની મુલાકાત લેશે. અમદાવાદ શહેરના નાકે મનિપુર ગામ પાસે 125 એકર વિસ્તારમાં ફેલાયેલી સંસ્કારધામ સ્કૂલની શરૂઆત જૂન, 1992માં થઈ હતી. નરેન્દ્ર મોદી તે સમયે માત્ર સંઘના પ્રચારક હતા અને પોતાના રાજકીય ગુરુ લક્ષ્મણરાવ ઈનામદાર એટલે કે વકીલસાહેબની એક ઉચ્ચ સ્તરીય સ્કૂલ સ્થાપવાની ઈચ્છાને પૂર્ણ કરવા તેમણે પોતાના અંગત નિરીક્ષણ હેઠળ આ સ્કૂલ બનાવડાવી હતી. મહત્વનું છે કે ઓલિમ્પિયન્સ રમતવીરો ‘મીટ ધ ચેમ્પિયન્સ’ પ્રોગ્રામ હેઠળ 2023ના 75મા સ્વતંત્રતા દિવસ પૂર્વે 75 ભારતીય સ્કૂલોની આવી મુલાકાત લે તેવું PM મોદીએ આહવાન કર્યું હતું જેને લઈ આજે નીરજ ચોપડા આ સ્થળેની મુલાકાતે લઈ લેશે.

નોંધનીય છે કે, કેન્દ્રીય રમત-ગમતમંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે ટ્વીટ કરીને નીરજ ચોપરાથી ‘મીટ ધ ચેમ્પિયન્સ’પ્રોગ્રામ અંતર્ગત દેશમાં વિવિધ સ્કૂલોની મુકાલાત અંગેની માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીએ આ પ્રોગ્રામ હેઠળ ટોકિયો ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિકના વિજેતાઓને યુનિક શાળા મુલાકાત મિશનનું આહ્વાન કર્યું હતું. આ હેઠળ વિવિધ ઓલિમ્પિયન્સ ખેલાડીઓ ભારતની અલગ અલગ શાળાઓમાં જઈને જીવનમાં ફિટનેસ અને સ્પોર્ટ્સની મહત્તાનો સંદેશો

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી