50 તોલા સોનુ પહેરતા ‘ગોલ્ડમેન’એ ફાંસો લગાવી કર્યો આપઘાત

ઘરકંકાસના કારણે કુંજલ પટેલે આપઘાત કર્યો હોવાનું પોલીસનું અનુમાન

શહેરના માધુપુરા વિસ્તારમાં સિઝિંગના ધંધા સાથે સંકળાયેલા ‘ગોલ્ડન મેન’ તરીકે જાણિતા કુંજલ પટેલ ઉર્ફે કે. પી પટેલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. કુંજલ પટેલ અગાઉ દરિયાપુર વિસ્તારમાંથી એક રાજકીય પાર્ટીના ઉમેદવાર તરીકે પણ ચૂંટણીમાં ઉભો હતો. સમગ્ર બાબતે પરિવારમાં થયેલો ઝગડો કારણભૂત છે કે અન્ય કોઈ કારણ તે બાબતે માધુપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, આપઘાત કરનાર કુંજલ પટેલ સોનાના દાગીના પહેરવાનો શોખીન હતો જેથી તે તેની ઓળખ બની ગઇ હતી.

આ અંગે માધવપુરા પીઆઇ આર. ટી ઉદાવતે જણાવ્યું હતું કે, આ આત્મહત્યા પાછળ પરિવારમાં થયેલો ઝઘડો કારણભૂત છે. બે દિવસ પહેલા પત્નીને તેઓએ પિયર મોકલી દીધા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે.

કુંજલ વાહન સિઝિંગના ધંધા સાથે સંકળાયેલો હતો અને તે ધંધાના માર્કેટમાં જાણીતી વ્યક્તિ હતો. અગાઉ તેને પત્ની સાથે અને ઘરમાં બોલાચાલી થઈ હતી. જેમાં પત્ની પિયર જતી રહી અને બાદમાં કુંજલે આપઘાત કર્યો હતો માધવપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 87 ,  1