September 23, 2021
September 23, 2021

મેડલ ચૂકી ગઈ ગોલ્ફર અદિતિ અશોક, આખરી દિવસે વધુ ત્રણ મેડલની આશા

ઇતિહાસ રચવાથી માત્ર થોડા સેન્ટિમીટર દૂર રહી ભારતની દીકરી

ગોલ્ફર અદિતી સિંઘ ઇતિહાસ રચવાથી થોડા સેન્ટિમીટર દૂર રહી ગઈ હતી. આજે ભારત માટે ઓલિમ્પિકના આખરી દિવસે વધુ ત્રણ મેડલ લાવવાની તક છે. ગોલ્ફમાં ભારત માટે મેડલની આશા સમાપ્ત થઈ ગઈ છે. અદિતિ અશોકે ચોથા સ્થાન પર ફિનિશ કર્યુ છે. અદિતિ માત્ર એક શોટના અંતરથી મેડલ ચુકી છે. પરંતુ અદિતિ અશોક ઓલિમ્પિકમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ગોલ્ફર બની ગઈ છે. અંતિમ શોટ સુધી અદિતિ મેડલની રેસમાં બનેલી હતી. પરંતુ ભાગ્યએ અદિતિનો સાથ આપ્યો નહીં. ગોલ્ફ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ અમેરિકાના ખાતામાં ગયો છે. 

મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લે ગોલ્ફ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ અમેરિકાની ગોલ્ફર નૈલી કોર્ડાના ખાતામાં ગયો છે. હવે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ માટે જાપાનની નોમી ઇનામી અને ન્યૂઝીલેન્ડની લેડિયા વચ્ચે મુકાબલો થશે. 

આજે ટોક્યો ઓલિમ્પિકનો આખરી દિવસ છે. ઓલિમ્પિકના 15 માં દિવસે ભારત પાસે વધુ ત્રણ મેડલ પોતાના નામે કરવાનો મોકો છે. ગોલ્ફર અદિતી અશોક પાસે ઘણી અપેક્ષા હતી પરંતુ તે ખૂબ સારું પ્રદર્શન કરવા છતાં મેડલ ચૂકી ગઈ હતી. 

આ સિવાય રેસલિંગમાં ભારતને મેડલની અપેક્ષા છે. રેસલર બજરંગ પુનિયા આજે બ્રોન્ઝ મેડલ જીતી શકે છે. આ સિવાય નીરજ ચોપરા પણ જવેલીન થ્રોમાં મેડલ લાવે તેવી સંભાવના છે. નીરજ જવેલીન થ્રોની ફાયનલમાં પહોંચી ચૂક્યા છે. 

 40 ,  1