Gollywood: “રજનીકાંત”નરેશ કનોડિયાનો 76મો જન્મદિવસ

ગુજરાતી સિનેમાના રજનીકાંત કહેવાતા નરેશ કનોડિયાનો 20 ઓગસ્ટના રોજ 76મો જન્મદિવસ છે. નરેશ કનોડિયા ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. નરેશ કનોડિયાએ નાની ઉંમરથી ભાઈ મહેશ સાથે સ્ટેજ પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.

નરેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં. નરેશ કનોડિયાને ત્રણ ભાઈઓ(મહેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા) તથા ત્રણ બહેનો (નાથીબેન, પાની બેન તથા કંકુબેન) છે. ચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા હતાં. આ ઘર હજી પણ નરેશ કનોડિયાએ યાદગીરી રીતે એમને એમ રાખ્યું છે. નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ મહેશ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.

80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાંથી મહેશ-નરેશ એવા પહેલાં ગુજરાતી સ્ટાર છે, જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હોય. તેમણે આફ્રિકા, અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.

નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી. જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે.

નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યાં છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.

એક ઈન્ટરવ્યૂમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું કે આજે પણ જ્યારે નવું કામ કરવાનું હોય કે પછી ઘરમાં સારો પ્રસંગ હોય તો તે જરૂરથી ગામમાં આવેલા હરસિદ્ધ માતાના પગે લાગવા જરૂરી થાય છે.

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી