September 19, 2021
September 19, 2021

ગોંડલ જામકંડોરણા હાઈવે બંધ, ફસાયેલા 15 જેટલા લોકોને એરલિફટ કરાયા

 ડેમના પાણી ફરી વળતાં સ્થાનિક લોકો અગાસીએ ચડી ગયા

ભારે વરસાદના લીધે ગોંડલ જામકંડોરણા હાઇવે બંધ  થઇ જતાં વાહન ચાલકો ફસાયા છે. ડેમના પાણી ગામમાં ઘૂસી જતાં લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ડેયા ગામમાં ડેમના પાણી ફરી વળતાં સ્થાનિક લોકો અગાસીએ ચડી ગયા છે. નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતાં 15 થી 20 જેટલા મજૂર વાડીમાં ફસાયા છે. 

ગોંડલ પ્રાંત અધિકારી,ધારાસભ્ય પુત્ર,ફાયર ટીમ,તાલુકા પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જરૂર પડ્યે હેલિકપ્ટરની મદદ લેવામાં આવશે તેવું પ્રાંત અધિકારી જણાવ્યું છે. 

જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.

ડેમના નીચાણના વિસ્તારોમાં આવેલાં અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 7.76 મીટર છે અને ડેમમાં 4492 ક્યૂસેક પાણીની આવક થઈ છે. અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. 

રાજકોટની ખોખળદળ નદીમાં પુર આવતાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે. વેલનાથ પરા વિસ્તારમાં લોકોના ઘરમાં 4 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે. કંકાવટી ડેમ ઓવરફ્લો થતાં ઘુડશીયા, ફ્લા, બેરડા, અલીયાબાડા ગામમાં ડેમના પાણી ઘૂસ્યા છે. અલીયાબાડા ગામે પાણીમાં ફસાયેલા 25 લોકોને મનપા ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. 

જિલ્લામાં અનરાધાર વરસાદ વરસતાં તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 

 22 ,  1