September 19, 2021
September 19, 2021

ગુજરાતના MLA-મંત્રીઓ માટે ‘અચ્છે દિન’,પગારમાં ધરખમ વધારો

આમ પ્રજાને મોંઘવારી નડી, નેતાઓને ફળી

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારી, મોંઘવારી સહિતના મુદ્દે આમ પ્રજા પીસાઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે ગઈ કાલે રાજ્ય સરકારે સરકારી કર્મીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ હવે આજે મંત્રીઓ તેમજ ધારાસભ્યોના પગારમાં પણ તોતિંગ વધારો કર્યો છે.

રાજ્ય સરકારે ગુજરાતના મંત્રીઓને ઓક્ટોબર માસથી રૂ. 1.46 લાખ તો ધારાસભ્યોને રૂ.1.28 લાખ રૂપિયા મળશે. નવા પગાર ધોરણ મુજબ રાજ્યના ધારાસભ્યોનો હાલનો પગાર 1.16 લાખ રૂપિયા છે, જે ઓક્ટોબરમાં 12,760ના વધારા સાથે 1.28 લાખ રૂપિયા થશે, જ્યારે મંત્રીઓના પગારની વાત કરીએ તો, હાલ મળી રહેલા 1.32 લાખ રૂપિયામાં 14,520ના વધારા બાદ હવે 1.46 લાખ રૂપિયાની આસપાસ પગાર મળશે.

દેશના ટોપ-10 રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ મોંઘવારી ભથ્થું આપનાર રાજ્ય તેલંગાણા છે. અહીંના ધારાસભ્યોનો પગાર મહિને 2.50 લાખ રૂપિયાની આસપાસ છે, જેમાં રૂ.20,000 પગાર અને 2.30 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. ત્યાર બાદ બીજા નંબરે ઉત્તરાખંડ ધારાસભ્યોને મહિને 1,98,000 રૂપિયા મળે છે, જેમાં 30 હજાર રૂપિયા પગાર અને 1.68 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. આ લિસ્ટમાં ગુજરાત 8મા નંબર પર આવે છે. અહીંના ધારાસભ્યોને મહિને 1.16 લાખ રૂપિયાની આસપાસ મળે છે, જેમાં તેમનો પગાર 78,000, જ્યારે 27 હજાર રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે.

 36 ,  1