September 19, 2020
September 19, 2020

અમેરિકાથી કોરોનાની રસીને લઈને ગુડ ન્યુજ, ટ્રમ્પે કહ્યું કે બે સપ્તાહમાં ખુબ જ મહત્વની જાહેરાત કરીશું

કોરોનાની વેક્સિન અંગે અમેરિકાથી ગુડ ન્યુજ મળી રહ્યા છે. કોરોના વાયરસની રસીના પરીક્ષણનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. પરીક્ષણના અંતિમ તબક્કા પહેલા ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બે સપ્તાહમાં ખુબ જ મહત્વની જાહેરાત કરીશું.ઉલ્લેખનીય છે કે, અમેરિકાની સરકારી સંસ્થા કંપની માટે મળીને ટ્રાયલ કરી રહી છે. અમેરિકાની રાષ્ટ્રીય સંસ્થા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ કરી રહી છે.. ટ્રાયલ ત્રીજા તબક્કામાં 30 હજાર વોલંટિયર પર થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 45 હજાર વોલંટિયર પર રસીની અસર જોવા મળી હતી.

વર્ષના અંત સુધીમાં અમેરિકાની આ રસી ઉપલબ્ધ થયા તેવી શક્યતા છે. કોરોના રસી માટે ટ્રમ્પ સરકારે ફાર્મા કંપની મોડર્નાને 472 મિલિયન ડોલર પણ આપ્યા છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં અત્યાર સુધી 44 લાખ કેસ નોંધાયા છે. અને 1.47 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસની રસી બનાવવામાં સફળ રહેલી ઓક્સફર્ડની રસીનું ટ્રાયલ ભારતમાં કરવામાં આવશે. જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સત્તાવાર રીતે DBT સચિવ રેણુ સ્વરુપે માહિતી આપી હતી.

રશિયા બાદ ઓક્સફર્ડ કોરોનાની રસી બનાવવામાં સફળ રહ્યું છે. જેમાં તેઓનું ક્લીનીકલ અને હ્યુમન ટ્રાયલમાં પણ સફળતા મળી છે જોકે તેનું પ્રોડક્શન ભારતમાં થવાનું હોઈ તેનું અંતિમ હ્યુમન ટ્રાયલ ભારતમાં થશે. આ ટ્રાયલ 5 સ્થળોએ કરવામાં આવશે જેની તમામ તૈયારીઓ પુરી થઈ ગઈ છે. ભારતમાં ત્રીજુ અને અંતિમ માનવ ટ્રાયલ થવાનું છે. જે 5 સ્થળો પર કરવાની યોજના સરકારે બનાવી છે. જેના માટે સ્થળોની પસંદગી થઈ ગઈ છે. DBT સચિવ રેણુ સ્વરુપે આ અંગેની સત્તાવાર જાણકારી આપી હતી.       

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર