કોરોના-ઓમિક્રૉનના ભય વચ્ચે ગુડ ન્યૂઝ : 15થી 18 વર્ષના બાળકોને અપાશે વેક્સિન

10 જાન્યુઆરીથી અપાશે બુસ્ટર ડોઝ : PM મોદી

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના અને ઓમિક્રોનના કેસમાં અચાનક ચિંતાજનક વધારો આવતા અનેક રાજ્યો દ્વારા ફરી એકવાર પ્રતિબંધા લાદી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે હવે 15થી 18 વર્ષના બાળકોને અપાશે રસી આપવામાં આવશે. એટલું જ નહીં 10 જાન્યુઆરીથી 60થી વધુ વયના લોકોને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થશે. તેમજ મોદીએ કહ્યું કે, આપણી પાસે 90 હજાર બેડ, 3 હજારથી વધારે ઓક્સિજન પ્લાન્ટ કામ કરી રહ્યાં છે.

ભારત 141 કરોડ વેકસીનેશનનો અભૂતપૂર્વ આંકડો પાર કરી ચૂક્યો
આજે ભારત 141 કરોડ વેકસીનેશનનો અભૂતપૂર્વ આંકડો પાર કરી ચૂક્યો છે. ભારતના વયસ્ક લોકોમાં 90% લોકોને વેક્સિનનો એક ડોઝ લાગી ચૂક્યો છે, દરેક ભારત વાસીને દુનિયાના સૌથી મોટા વેકસીનેશન અભિયાનનો ગર્વ છે.

3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ
બાળકોના વેક્સિનેશનને લઈને પ્રધાનમંત્રી મોદીએ એક મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ થશે.

60 વર્ષથી વધુ વયના લોકોને અપાશે બુસ્ટર ડોઝ
મોદીએ કહ્યું કે 60 વર્ષથી ઉપરના અને કોમોર્બીડિટી ધરાવતા લોકોને ડોક્ટરની સલાહથી 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

રાજસ્થાનમાં ઓમિક્રોનના એક જ દિવસમાં 21 કેસ મળ્યા છે. તેમાંથી 11 લોકો જયપુર, 6 અજમેર, 3 ઉદેપુય અને એક મહારાષ્ટ્રમાં રહે છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોન પોઝિટિવ દર્દી 22 હતા જે લગભગ બમણા તઈને 43 થઈ ગયા છે. રાજસ્થાન હવે દેશમાં ત્રીજા ક્રમનું સૌથી વધારે ઓમિક્રોન દર્દી ધરાવતું રાજ્ય બની ગયું છે. અત્યારે મહારાષ્ટ્રમાં 108, દિલ્હીમાં 79 અને ગુજરાત અને દિલ્હીમાં એક સરખા 43 ઓમિક્રોન દર્દીઓ થઈ ગયા છે. દેશમાં અત્યારે ઓમિક્રોનના કુલ દર્દીઓની સંખ્યા 437 થઈ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના 7,189 નવા કેસ નોંધાયા છે અને 387 લોકોના મોત થયા છે. કેરળના કોવિડ એક્સપર્ટ કમિટીના સભ્ય ડૉ. ટી.એસ. અનીષે જણાવ્યું છે કે, દેશમાં એક-બે સપ્તાહમાં ઓમિક્રોનના કેસ 1000 સુધી અને આગામી બે મહિનામાં 10 લાખ સુધી પહોંચી જવાની શક્યતા છે.

 141 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી