September 18, 2021
September 18, 2021

ગુડ ન્યૂઝ : જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ખુલ્લું રહેશે દ્વારકાધીશ મંદિર

‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના કૃષ્ણભક્તોના નાદથી ગૂંજી ઉઠશે દ્વારકાધીશ મંદિર

જન્માષ્ટમીના પર્વેને આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને રાજ્ય સરકારે પણ તહેવારના ધ્યાનમાં લઈ કર્ફ્યૂમાં છૂટ આપી છે જ્યારે હવે બીજી બીજુ ભક્તો માટે સારા સમાચારા સામે આવ્યા છે. જન્માષ્ટમી પર જગ વિખ્યાત દ્વારકાનું જગત મંદિર ખુલ્લું રહેશે. મંદિરમાં ભક્તો રાબેતા મુજબ દર્શન કરી શકશે. દ્વારકા મંદિર વ્યાવસ્થાપન સમિતિ અને દ્વારકાના જિલ્લા કલેક્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મહત્વનું છે કે જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ભગવાનના દર્શન કરવા માટે લાખો ભક્તો આવતા હોય છે. જોકે ગયા વર્ષે કોરોનાને કારણે મંદિર બંધ રહ્યું હતું. ત્યારે આ વખતે ભક્તો અહીં દર્શન કરી શકશે.

દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દરેક ભક્તોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. મંદિર પરિસરમાં દર્શન આવતા ભક્તોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. આ સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે મંદિરમાં કુંડાળા-સર્કલ કરવામાં આવ્યા છે. ભક્તોએ કોરોનાના નિયમોનું પાલન કરી લાઇનમાં ઉભા રહી દર્શન કરવા પડશે.

દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દર્શન કરવા આવતા ભક્તોને કોરોનાના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે ભક્તો ઓનલાઇન દર્શન કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે ઘરે બેઠા જન્માષ્ટમીના દિવસે ઘરે બેઠા www.dwarkadhish.org વેબસાઇટ પર ઘરે બેઠા દર્શન કરી શકશે.

નોંધનીય છે કે, સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમ-આઠમનો તહેવારમાં મંદિરમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટતી હોય છે. જેના કારણે સાવચેતીના ભાગરૂપે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિરપુર ખાતે આવેલું જલારામ મંદિર 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એટલે કે 6 દિવસ મંદિર બંધ રહેશે.

 64 ,  1