ભારત માટે સારા સમાચાર, બ્રિટનમાં મળી ઓક્સફર્ડની કોરોનાની વેક્સીનને મંજુરી

બ્રિટને ઓક્સફોર્ડની કોરોના રસીના ઉપયોગને મંજૂરી આપી દીધી

ભારતમાં કોરોના વેક્સીનના ઉપયોગનો માર્ગ મોકળો બની ગયો છે. ભારતની સિરમ ઈન્સ્ટિટ્યૂટ જેની સાથે મળીને કોરોનાની વેક્સીન તૈયાર કરી રહી છે તે ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસીને બ્રિટને ઈમરજન્સી ઉપયોગમાં લેવાની મંજુરી આપી દીધી છે.

કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે ઝઝુમી રહેલા બ્રિટનમાં મોટા પાયે આ રસીનો ઉપયોગ થઈ શકશે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈંકોકે કહ્યું હતું કે, 4 જાન્યુઆરીથી ઓક્સફર્ડની કોરોના વેક્સીન આપવાની કામગીરી તુરંત શરૂ કરી દેવામાં આવશે. આ રસીને ભારતમાં પણ મંજુરી મળી શકે છે.

બ્રિટને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા તરફથી ડેવલપ કરવામાં આવેલી કોરોના વેક્સિન-કોવીશીલ્ડને ઈમરજન્સી અપ્રૂવલ આપી દીધી છે. આગામી સપ્તાહથી આ વેક્સિન પણ સરકારના વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ થઈ જશે. આ ભારત માટે સારા સમાચાર છે, કારણ કે આમા સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઝડપથી કોવીશીલ્ડ માટે ઈમરજન્સી અપ્રૂવલ મળવાનો રસ્તો ખૂલી ગયો છે.

બ્રિટનમાં આ વખતે માત્ર ફાઈજર-બાયોએનટેકની વેક્સિનને ઈમજન્સી અપ્રૂવલ મળ્યું હતું. સરકારી ડેટાના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી લગભગ છ લાખ લોકોને વેક્સિનેટ કરાઈ ચૂક્યાં છે. એસ્ટ્રાજેનેકાએ એક નિવેદનમાં દાવો કર્યો કે વેક્સિનનો પહેલો ડોઝ બુધવારે રિલીઝ થશે.વેક્સિનેશન નવા વર્ષની શરૂઆતથી શરૂ કરાશે. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપનીની બ્રિટન સરકાર સાથે 10 કરોડ ડોઝ સપ્લાઈ કરવાની ડીલ થઈ છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે મેડિસીન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી  (MHRA) તરફથી Oxford University/AstraZeneca’s COVID-19 vaccine ના ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણને આજે સ્વીકારી લીધી છે. અત્રે જણાવવાનું કે બ્રિટને સૌથી પહેલા ફાઈઝરની કોરોના રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. અત્યાર સુધીમાં લગભગ સાત લાખથી વધુ લોકોને ફાઈઝર રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ઓક્સફોર્ડની કોરોના રસીને પણ બ્રિટને મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ એ થયો કે આ રસી સુરક્ષિત અને પ્રભાવી બંને છે. 

ઓક્સફોર્ડની રસી નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકાને બ્રિટને 100 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેનાથી 50 મિલિયન લોકોને રસી મૂકવામાં આવશે. ભારતમાં પણ આગામી અઠવાડિયા સુધીમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. ભારતમાં આ રસીને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા સાથે મળીને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બનાવી રહી છે. 

SII ના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે કોવિશિલ્ડના 4-5 કરોડ ડોઝને સ્ટોર કરાયા છે. તેમણે કહ્યું કે એકવાર જ્યારે મંજૂરી મળી જશે તો સરકારે નક્કી કરવાનું રહેશે કે તેઓ કેટલી રસી લઈ શકે છે અને તે પણ કેટલી ઝડપથી. આ સાથે જ SII પ્રમુખે દાવો કર્યો કે અમે જુલાઈ 2021 સુધીમાં લગભગ 30 કરોડ ડોઝનું ઉત્પાદન કરીશું. 

 65 ,  1