September 20, 2021
September 20, 2021

શેરડીના ખેડૂતો માટે ખુશખબર, સરકારે આટલા વધાર્યા શેરડીના ભાવ

મોદી સરકારે સુગરકેનની સૌથી ઊંચી FRPને આપી લીલીઝંડી

શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શેરડી પરની FRPમાં પ્રતિ ક્વિંટલ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.એટલે કે હવે શેરડીની FRP હવે વધીને 290 રૂપિયા પ્રતિ ક્વિંટલ થઈ ગઈ છે. ગયા વર્ષે FRP માં 10 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરવામાં આવ્યો હતો. શેરડી માટે માર્કેટિંગ વર્ષ ઓક્ટોબર થી સપ્ટેમ્બર હોય છે. એટલે કે હાલના માર્કેટિંગ યર 2021-22 માટે સરકારે આ કિંમતો નક્કી કરી છે. સરકારની આ નીતિના કારણે શેરડી પકડતા ખેડૂતોને લાભ થશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આર્થિક કાર્ય સંબંધી મંત્રીમંડળ સમિતિની બેઠક બાદ પીયૂષ ગોયલે આ જાણકારી આપી હતી.

સરકારના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘FRP પ્રતિ ક્વિન્ટલ 5 રૂપિયા વધીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ છે. ગયા વર્ષે FRP માં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો હતો.’

તો બીજી તરફ કેંદ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આ નિર્ણયથી ખેડૂત શેરડી ઉત્પાદકોને શેરડીની ગેરેન્ટીયુક્ત કિંમત પ્રાપ્ત થશે. તેમણે આગળ કહ્યું તેનાથી ખાંડના કારખાનાનું કામ સારી રીતે ચાલુ રહેશે અને એ પણ સુનિશ્વિત થશે કે દેશમાં ખાંડ ઉત્પાદન ના ફક્ત માંગ પરંતુ નિર્યાતની પૂર્તિ માટે પણ ઉપલબ્ધ રહેશે. આ નિર્ણયથી દેશભરમાં લગભગ 5 કરોડ શેરડીના ખેડૂતોને લાભ થશે.

 50 ,  1