September 19, 2021
September 19, 2021

ગુડ ન્યૂઝ : GST કલેક્શન સતત બીજા મહિને 1 લાખ કરોડને પાર

સરકારની તિજોરી ભરાવા લાગી…

GDP બાદ GST કલેક્શન મોર્ચે પર સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે જુલાઈ પછી ઓગસ્ટ માસમા પણ જીએસટી રેવેન્યૂ કલેક્શન 1 લાખ કરોડને પાર કરી ગયું છે. નાણામંત્રીએ બુધવારે જણાવ્યું કે, જીએસટી ક્લેક્શન 1.12 લાખ કરોડ રૂપિયા નોંધાયુ છે જે સતત બીજા મહિને 1 લાખ કરોડ રૂપિયાથી વધુ ક્લેક્શન વાર્ષિક તુલનાએ 30 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જોકે ગત જુલાઈ 2021માં જીએસટી કલેક્શન 1.16 લાખ કરોડથી વધુ રહ્યું હતું.

નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોવિડ પ્રતિબંધો હળવા થવાથી, જુલાઇ અને ઓગસ્ટ 2021 માટે જીએસટી કલેક્શન ફરી 1 લાખ કરોડને પાર કરી ગયું છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે અર્થતંત્ર ઝડપી ગતિએ સુધરી રહ્યું છે.

ઓગસ્ટના કુલ જીએસટી કલેક્શનમાંથી સેન્ટ્રલ જીએસટી પેટે 20,522 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી પેટે 26,605 કરોડ રૂપિયા, ઈન્ટિગ્રેટેડ જીએસટી પેટે 56,247 કરોડ રૂપિયા અને સેસ પેટે 8,646 કરોડ રૂપિયાની આવક થઇ છે. “મહિના દરમિયાન, સ્થાનિક વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોની આવક કરતાં 27 ટકા વધારે હતી. ઉપરાંત ઓગસ્ટ 2019ની 98,202 કરોડ રૂપિયાની જીએસટી રેવન્યૂની સરખામણીમાં તે 14 ટકા વધારે છે.

 27 ,  1