September 23, 2021
September 23, 2021

ગુડ ન્યૂઝ : Jet Airways ફરી ઉડાન ભરવા તૈયાર….

2022ના પહેલા ક્વાર્ટરથી થશે પ્રારંભ

દેવાના તળે ડૂબેલી જેટ એરવેઝ ફરી એક વખત ઉડ્ડાન ભરવા માટે તૈયાર છે. કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષ 2022 ના પ્રથમ ક્વાર્ટરમાં જેટ એરવેઝની ફ્લાઇટ ફરી ઘરેલુ ઉડાન ભરશે. આ ઉપરાંત વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ટૂંકા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું પણ સંચાલન પણ શરૂ કરવામાં આવશે થશે. આ માહિતી જેટ એરવેઝના નવા મેનેજમેન્ટ જલાન કાર્લોક કોન્સોર્ટિયમ દ્વારા આપવામાં આવી છે. બીજી નવી માહિતી આપતા જલાન કાર્લોકે કહ્યું કે એરલાઇનનું મુખ્ય મથક હવે મુંબઈને બદલે દિલ્હીમાં હશે.

જાલાન કલરોક કંસોર્ટિયમના પ્રમુખ સભ્ય મુરારી લાલ જાલાને કહ્યું કે જેટ એરવેઝ 2.0 નો ઉદ્દેશ 2022 ના પ્રથમ ક્વાર્ટરમાં અને આગામી વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળા સુધી આંતરરાષ્ટ્રીય સ્તરની ટૂંકા ગાળાની ઉડ્ડાન શરૂ કરવાનો છે.

યુએઈ બિઝનેસમેન મુરારી લાલ જાલાન લંડન સ્થિત જલાન કોર્લેક કોન્સોર્ટિયમના વરિષ્ઠ સભ્ય અને પ્રસ્તાવિત જેટ એરવેઝના બિન-કાર્યકારી સભ્ય છે. ત્રણ વર્ષમાં 50 થી વધુ વિમાનોનું સંચાલન કરવાની યોજના બનાવી છે, જે 5 વર્ષમાં 100 થી ઉપર પહોંચી જશે.

કેપ્ટન ગૌડે જણાવ્યું હતું કે જેટ એરવેઝ પહેલાથી જ 150 થી વધુ પૂર્ણકાલીન કર્મચારીઓની નિમણૂક કરી ચૂકી છે અને નાણાકીય વર્ષ 2021-22માં 1000 થી વધુ કર્મચારીઓને તમામ કેટેગરીમાં સામેલ કરવામાં આવશે.

 52 ,  1