ગુડ ન્યૂઝ- મોઢેરાની જેમ સોમનાથના સૂર્ય મંદિરો પણ થશે વિશ્વ વિખ્યાત…

પીએમઓમાંથી આવ્યો આદેશ- 6 સૂર્ય મંદિરોને ફરી મૂકો ઇતિહાસના પાને..

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ તીર્થધામની ભૂ્મિ પ્રભાસતીર્થમાં પ્રાચીન સૂર્યમંદિરો હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં છે અને આ મંદિર મુગલો અને ગઝનવી શાસનકાળમાં તોડી પડાયા બાદ તેનું પુન:નિર્માણ થયુ ન હોવા અંગેનો મેસેજ સાથે જર્જરીત સૂર્યમંદિરની સ્થિતિ વર્ણવતા ફોટા સોમનાથ નગરપાલિકાના પ્રમુખ પીયુષભાઇ ફોંફડીએ વડાપ્રધાનને ટ્વિટ કર્યો હતો. જેના પગલે વડાપ્રધાન કાર્યાલયના આદેશથી ગુજરાત ટૂરિઝમની એન્જિનિયર સાથેની ટીમ સોમનાથ આવી પહોંચી હતી.

પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિર પ્રભાસતીર્થની ભુમિમાં આવેલુ છે. આ ભૂમિમાં 12 જેટલા પ્રાચીન સૂર્યમંદિરો પણ આવેલા હોવાનો ઉલ્લેખ છે. સોમનાથની પ્રભાસક્ષેત્રની તીર્થ ભૂમિમાં અનેક સૂર્ય મંદિરો આવેલા છે તે પૈકીનું એક સૂર્ય મંદિર હિરણ નદીના કાંઠે આવેલા છે. આ ભૂમિમાં આવેલા સૂર્ય મંદિરો મુગલો અને ગઝનવીના સમયગાળા દરમિયાન તોડી પાડવામાં આવેલાં પરંતુ ફરીથી આ મંદિરોનું પુન:નિર્માણ કરાવી શકયા નથી. જેથી સોમનાથ ભૂમિમાં આવેલા તમામ સૂર્ય મંદિરોનું ફરીથી પુન: નિર્માણ કરાય તેવી સોમનાથ પાલિકા પ્રમુખે વિનંતી કરી હતી. આ ટવીટ મળતાં વડાપ્રધાન કાર્યાલય સક્રિય થયું હતું. કાર્યાલયના આદેશથી બે દિવસ પૂર્વે ગુજરાત ટુરીઝમની એન્જિનિયર સાથેની ટીમ સોમનાથ આવી હતી. આ ટીમે પ્રભાસતીર્થની ભૂમિમાં આવેલા તમામ સૂર્યમંદિરોની માહિતી એકત્ર કરી હતી. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, ગઈકાલે ટુરીઝમની ટીમ નિરીક્ષણ અર્થે આવી હતી. બાદમાં કામગીરી કરી પરત ગાંધનગર રવાના થઇ ગઇ છે. હાલમાં સોમનાથ તીર્થભૂમિમાં 6 જેટલા સૂર્ય મંદિરો આવેલા છે. જયારે અન્ય 6 સૂર્ય મંદિરોનું લોકેશન શોધવાની કામગીરી ટુરીઝમ વિભાગ કરશે.

 39 ,  1