September 23, 2020
September 23, 2020

ગૂડ ન્યુજ: STમાં મુસાફરી કરતા પાસ ધારકો આજથી પાસ કઢાવી શકશે

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે રાજ્યની STમાં મુસાફરી કરતા પાસ રિન્યુ કરાવાને લઇને કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હતી. જો કે હવે STમાં મમુસાફરી કરતા પાસ ધારકો માટે સારા સમાચાર આવ્યાં છે.ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ST વિભાગમાં રોજ અપ-ડાઉન કરતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યાં છે. આજથી રાજ્યમાં પાસ માટેની કામગીરી કરાઇ શરૂ કરી દેવાઇ છે.

ST વિભાગે પાસ રિન્યુ તેમજ નવા પાસ બનાવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. ST ખાતે સોસીયલ ડિસ્ટન્સ જળવાઇ એ રીતે પાસની મેળવવાની વ્યવસ્થા કરાઇ છે. હાલ કોરોનાના કારણે પાસની કામગીરી બંધ હોવાથી પાસધારકોને પણ પૈસા ખર્ચવા પડતા હતા.અને કયાંકને કયાંક હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે આ નિર્ણય લેવાતા પાસથી મુસાફરી કરતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.         

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જેના કારણે ST વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.  તંત્ર દ્વારા ગીતા મંદિર, રાણીપ એકસપ્રેસ હાઈવે બસ સ્ટોપ પર બહારથી આવતા મુસાફરોના ટેસ્ટિંગ થઈ રહ્યા છે. શહેરમાં વધુ સંક્રમણ ન ફેલાય તે માટે રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

 169 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર