ગુડ ન્યૂઝ : બાળકો માટે આવી ગઈ ફાઇઝર-બાયોએનટેકની રસી…

ફાઇઝર-બાયોએનટેકની વેક્સિન 12-15 વર્ષના કિશોર માટે સુરક્ષિત છે

બ્રિટનના નિયામકે ફાઇઝર-બાયોએનટેક તરફથી બનાવવામાં આવેલી કોરોના વેક્સિન ને 12થી 15 વર્ષના બાળકોને આવવા માટે મંજૂરી આપી છે. બ્રિટનના દવા નિયામકે શુક્રવારે કહ્યું કે, ‘ખુબ ઊંડી સમીક્ષા બાદ તે જાણ્યું કે ,ફાઇઝર-બાયોએનટેકની વેક્સિન 12-15 વર્ષના કિશોર માટે સુરક્ષિત છે.’ આ પ્રકારનું રિવ્યૂ અમેરિકી અને યુરોપીય યુનિયન તરફથી પણ ફાઇઝરની વેક્સિન માટે કરવામાં આવ્યું હતું.

મળતી વિગતો અનુસાર ,કંપની તરફથી આપવામાં આવેલા ડેટાના આધાર પર MHRAએ પોતાના અસેસમેન્ટમાં જાણ્યું કે, વેક્સિનથી થનાર ફાયદા તેની સાથે જોડાયેલા જોખમ કરતા વધુ છે. આ પહેલા યુરોપીયન મેડિસિન્સ એજન્સીએ ફાઇઝરની વેક્સિનને 12થી 15 વર્ષના બાળકોને આપવાની ભલામણ કરી હતી. આ નિર્ણય મહામારી દરમિયાન મહાદ્વીપમાં પ્રથમવાર બાળકોને રસી લગાવવાનો માર્ગ ખોલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ,ફાઇઝર-બાયોએનટેકની રસીને 27 દેશોના યુરોપીય સંઘમાં સૌથી પહેલા મંજૂરી મળી હતી અને ડિસેમ્બરમાં 16 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને લગાવવા માટે લાઇસન્સ આપવામાં આવ્યું હતું.

વધુમાં જણાવવાનું કે ,ઈએમએની બાળકોને રસી લગાવવાની મંજૂરી આપવાની ભલામણ અમેરિકામાં 2000થી વધુ કિશોરો પર થયેલા અભ્યાસ પર આધારિત છે. ટ્રાયલમાં રસી સુરક્ષિત અને અસરકારક જોવા મળી છે. સંશોધકો બાળકોમાં આગામી બે વર્ષ સુધી રસીના ડોઝની દીર્ઘકાલીન સુરક્ષા પર નજર રાખશે.

 54 ,  1