Good News : આખરે 5 થી 11 વર્ષના બાળકો માટેની Pfizer વેક્સિનને મળી મંજૂરી

લાખો બાળકોના કોવિડ-19 વેક્સિનેશન માટે અમેરિકાનું એક મહત્વપૂર્ણ પગલું

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને દેશ-વિદેશમાં સતર્ક થયા છે. જેમાં બાળકો માટેની વેક્સિન પણ જરૂરી હતી. આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકાએ લાખો બાળકોના કોવિડ-19 વેક્સિનેશન માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે અહીં 5 થી 11 વર્ષના બાળકોને કોરોના વેક્સિન ફાઈઝરનો ડોઝ આપવામાં આવશે. 

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ શુક્રવારે પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે Pfizer Inc. અને BioNTech SE કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. આ સાથે, ફાઈઝર અમેરિકામાં બાળકોને આપવામાં આવતી પ્રથમ રસી બની ગઈ છે. જો કે, આ 5થી 11 વર્ષના બાળકો માટે આ વેક્સિનનો ડોઝનો સ્ટોક હાલમાં ઉપલબ્ધ નથી. તે જ સમયે, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને હજુ પણ રસીની ડોઝ કેવી રીતે કરવી તે અંગેની સૂચનાઓની જરૂર છે.

 33 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી