ગુડ ન્યૂઝ : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ઘટ્યા…

મગફળી સહિતના માલની વેચાવલી વધતા ભાવ ઘટ્યા છે..

કોરોનાના કપરા સમયમાં એકતરફ બેરોજગારી વધી રહી છે. તો બીજી તરફ મોંઘવારી એ માજા મૂકી છે .આ બધાની વચ્ચે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવો પણ વધી રહ્યા છે .છેલ્લા ઘણા સમયથી ખાદ્યતેલના ભાવો સતત ઊંચા જઈ રહ્યા છે .લોકોને આર્થિક મુશ્કેલીઓ હોવાની સાથે આ વધતી કિંમતો બહુ જ નડી રહી છે .

મળતી માહિતી મુજબ ,ચોમાસુ નજીક આવતા મગફળી સહિતના માલની વેચાવલી વધતા ભાવ ઘટ્યા છે. જ્યારે, કપાસિયા તેલ ડબે 40 રૂપિયા, પામોલિયન તેલના ડબે 40 રૂપિયા, સનફલાવર તેલના ડબે 20 અને કોર્ન ઓઇલમાં ડબે 40 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સિંગતેલના ડબાનો ભાવ રૂપિયા 2465 થયો છે.

ઉલ્લેખનીય છે કે , મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો 2500થી 2550 થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા. બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા. તેની સાથે સાથે સિંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.આ ભાવ અલગ અલગ બ્રાન્ડ મુજબ અલગ અલગ છે.

વધુમાં , આ ભાવો ઘટી રહ્યા છે તે લાંબા સમય બાદ લોકોની આર્થિક સ્થિતિને જોતા લાભદાયક નીવડશે.

 62 ,  1