અલવિદા આશાબેન : ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

ઊંઝા અને વડનગરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

મહેસાણા જિલ્લામાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના આજે સિદ્ધપુરના મુક્તિધામમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. આશાબેનની અંતિમવિધિ તેમના ભાઇના હાથે પૂર્ણ કરાઇ છે. તમને જણાવી દઈએ કે ઊંઝા APMCથી આજે સવારે આશાબેન પટેલની અંતિમયાત્રા નીકળી હતી. ઊંઝા પથકમાં નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. અંતિમ સંસ્કાર વખતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, બળવંતસિંહ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં ભારત માતાકી જય, વંદે માતરમ અને આશાબેન તુમ અમર રહોના નારા લાગ્યા હતા.

તમને જણાવીએ કે આશાબેનની ઊંઝામાં અંતિમયાત્રા પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને તેમના વતન વિશોળ ગામમાં દર્શાનાર્થે મૂકવામાં આવ્યો હતો. જ્યાં પુન: અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ આશા પટેલનો નશ્વરદેહને સિદ્ધપુર મુક્તિધામ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે તેમની સાથે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આજે સિદ્ધપુરમાં આશાબેન પટેલની અંતિમવિધિ થનાર હતી, જેની આગમચેતી તમામ તૈયારીઓ પુરી કરી નાંખવામાં આવી હતી.

આજે સવારે 8 વાગ્યે ઊંઝા APMC ખાતેથી તેઓની અંતિમયાત્રા કઢાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક, ઊંઝા નગરપાલિકાથી અંડર બ્રિજ થઈ તેઓના ગામ વિસોળ ખાતે લઇ જવાશે. ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામાં આવશે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી