September 23, 2021
September 23, 2021

અલવિદા Sidharth Shukla : થોડીવારમાં અંતિમ સંસ્કાર

ઓશિવારા સ્મશાન ઘાટ પર લાવવામાં આવ્યું સિદ્ધાર્થનું પાર્થિવ શરીર

ટીવી એક્ટર અને બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર મુંબઈમાં થઈ રહ્યા છે. સિદ્ધાર્થનું નિધન ગુરૂવારે હાર્ટ એટેકને કારણે થયું હતું. મુંબઈની કૂપર હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેથી અભિનેતાના મોતના કારણની માહિતી મેળવી શકાય. સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ 5 ડોક્ટર્સની ટીમે પોલીસ અને કેમેરાની દેખરેખમાં કર્યુ છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં સિદ્ધાર્થના નિધનથી શોકની લહેર છે.

થોડા સમયમાં સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બ્રહ્મકુમારી રીતિ-રિવાજની સાથે સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવામાં આવશે. આ રીતિ રિવાજમાં આત્માને સેલિબ્રેટ કરવામાં આવે છે. બ્રહ્મકુમારી તપસ્વિનીનું કહેવું છે કે મનુષ્યનું શરીર જતું રહે છે, પરંતુ આત્મા અમર રહે છે. તે માટે રડવુ જોઈએ નહીં. શહનાઝ ગિલ પણ ઓશિવારા સ્મશાન ઘાટ પહોંચી ચુકી છે. તેને પોલીસના પ્રોટેક્શન સાથે લાવવામાં આવી છે.

સ્મશાન ઘાટ પહોંચ્યુ સિદ્ધાર્થનું પાર્થિવ શરીર
સિદ્ધાર્થનું પાર્થિવ શરીર ઓશિવારા સ્મશાન ઘાટ પહોંચી ચુક્યુ છે. પોલીસે મીડિયાને બહાર રોકી દીધા છે. માનવામાં આવી રહ્યું હતું કે પાર્થિવ શરીરને ઘરે લઈ જવામાં આવશે, પરંતુ તેમ થયું નથી.

સ્મશાન ભૂમિ પહોંચ્યા આમિસ-અલી ગોની
સિદ્ધાર્થ શુક્લાના પાર્થિવ શરીરને ઓશિવારાની સ્મશાન ભૂમિ લાવવામાં આવ્યુ છે. અહીં આસિમ રિયાઝ સહિત અલી ગોની, યુવિકા ચૌધરી, પ્રિન્સ નરૂલા સાથે સિદ્ધાર્થના નજીકના લોકો પહોંચી ગયા છે.

 41 ,  2