અલવિદા ટ્રેજેડી કિંગ: PM મોદીએ સાયરાબાનોને ફોન કરી સાંત્વના આપી

બોલિવૂડ સિનેમાનો એક યુગ સમાપ્ત થયો

બોલિવૂડ ફિલ્મ-જગતના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે 98 વર્ષની ઉંમરમાં આજે સવારે આશરે 7.30 વાગ્યે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારના નિધનથી તેમના ચાહકો તથા બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું છે. દિલીપ કુમારના નિધનથી બોલિવૂડ સિનેમાનો એક યુગ સમાપ્ત થઈ ગયો છે.

દેશના જાણીતા નેતાઓએ સોશિયલ મિડિયામાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત રાજ્યના ઘણા મુખ્યમંત્રી, તેમજ બોલિવૂડના દિગ્ગજોએ દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન મોદીએ દિલીપ કુમારે સાયરાબાનો સાથે ફોન પર વાત કરીને તેમને સાંત્વના આપી હતી. તેમણે સો.મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, દિલીપ કુમારજીને ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમને અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ હતા. આ જ કારણે તેમના ચાહકો દરેક ઉંમરના હતા. તેમનું નિધન સાંસ્કૃતિક દુનિયા માટે એક મોટો ઝટકો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલીપ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે દિલીપ કુમારે પોતાનામાં ભારતના ઈતિહાસને સમાવ્યો છે. બોર્ડર પાર તેમને લોકોએ પ્રેમ કર્યો છે. તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે.

11 ડિસેમ્બર, 1922 ના રોજ પેશાવર (હાલ પાકિસ્તાનમાં) માં જન્મેલા દિલીપકુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. યુસુફ ખાને નાસિકમાં અભ્યાસ કર્યો, રાજ કપૂર બાળપણમાં જ તેના મિત્ર બન્યા હતા જેના પગલે દિલીપકુમારની બોલીવુડ સફર ત્યાંથી શરૂ થઈ હતી. 22 વર્ષની ઉંમરે દિલીપકુમારને તેની પહેલી ફિલ્મ મળી. 1944માં, તેમણે ફિલ્મ ‘જવર ભાતા’ માં કામ કર્યું, પરંતુ તે ફિલ્મ વધુ ચર્ચા થઈ નહોતી.

 62 ,  1