ગૂગલ ડૂડલે શિર્લે ટેમ્પલને એનિમેટેડ ડૂડલી સાથે કર્યાં સન્માનિત…

માત્ર 6 વર્ષની વયે એકેડમી એવોર્ડ મેળવનારી પહેલી બાળ કલાકાર બની હતી

આ યુગ એ ઝડપી અને વિકસતા જતા ટેક્નોલોજીનો છે .ટેક્નોલોજીની દ્રષ્ટિએ ગૂગલની શોધ થવાથી માણસની જાણે કે દુનિયા જ બદલાઈ ગઈ છે .ગૂગલના ઉપયોગથી ઘણી બધી સેવાઓ ખુબ ઝડપી અને સરળ બની ગઈ છે .ગૂગલની આ સેવામાં ઘણા નામી મહાનુભાવોના ફાળાઓ રહેલા છે .અહીં આપણે આવા જ એક મહાનુભાવ એક્ટર અને ઓસ્કાર વિજેતા- વિશેષજ્ઞ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ .એમનું નામ છે …”શિર્લે ટેમ્પલ”……..

ઉલ્લેખનીય છે કે ,ગૂગલે અમેરિકન એક્ટર, સિંગર, ડાન્સર અને ડિપ્લોમેટ શિર્લે લિટલ મિસ મિરેકલ ટેમ્પલને એનિમેટેડ ડૂડલી સાથે સન્માનિત કર્યાં. આજના જ દિવસે વર્ષ 2015માં સાંતા મોનિકા હિસ્ટ્રી મ્યૂઝિયમે લવ શિર્લે ટેમ્પલ નામથી એક્સિબિશનની શરૂઆત કરી હતી, જેમાં તેમની સાથે સંકળાયેલી યાદોને સંગ્રહ કરીને રાખવામાં આવી છે. લોકો આ ગૂગલ ડૂડલન ખૂબ વખાણ કરી રહ્યા છે.

વધુમાં ,ગૂગલના આ એનિમેટેડ ડૂડલમાં શિર્લે ટેમ્પલને એક ડિપ્લોમેટ, એવોર્ડ વિનિંગ એક્ટર અને યંગ ગર્લ ડાન્સરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. ડૂડલની નીચે ત્રણ મૂવી સસ્ટબ્સ પર સર્ચ એન્જિનના નામ પણ જોવા મળે છે. આ ગૂગલ ડૂડલ વિશે વાત કરતાં શિર્લેની પૌત્રી ટેરેસા કેલ્ટાબિયોનાએ જણાવ્યું કે, ‘તેઓ દરેક ચીજ સાથે જોડાયેલાં હતા. આ ગૂગલ ડૂડલથી તેમના પ્રેમ અને તેમની તાકાત વિશે જાણી શકાય છે. અમે એ જાણીને ખુશ થયા છીએ કે, તેમને આજે પણ એટલો જ પ્રેમ અને સન્માન મળી રહ્યા છે. અમે તેમની યાદોને સાચવીને રાખવા માંગીએ છીએ.’

વિગતોમાં ,23 એપ્રિલ, 1928ના રોજ કેલિફોર્નિયાના સાંતા મોનિકામાં શિર્લે ટેમ્પલનો જન્મ થયો હતો. તેઓ માત્ર ત્રણ વર્ષનાં હતાં, જ્યારે તેઓએ ડાન્સની પ્રેક્ટિસ શરૂ કરી હતી. હોલિવૂડના ટોપ બોક્સ ઓફિસ ડ્રોના રૂપમાં તેઓએ ગ્રેટ ડિપ્રેશનની તકલીફોના માધ્યમથી લાખો અમેરિકોની મદદ કરી.બાદમાં તેઓએ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પોતાના કામના માધ્યમથી લોકોના દિલોમાં પોતાનું અલગ સ્થાન ઊભું કર્યું. ટેમ્પલે વર્ષ 1934માં એક ડઝન ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં બ્રાઇડ આઇઝ પણ સામેલ છે. તેઓ એકેડમી એવોર્ડ મેળવનારી પહેલી બાળ કલાકાર હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 6 વર્ષની હતી.

આમ, ગૂગલ ડૂડલના મહત્વપૂર્ણ ફાળામાં આ મહાન એક્ટર અને ઓસ્કાર વિજેતા વિભૂતિનું યોગદાન ખુબ રહેલું છે .

 43 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર