September 19, 2021
September 19, 2021

ગૂગલે અફઘાન સરકારના ઇમેલ એકાઉન્ટ્સ કર્યા બંધ

ગૂગલે કહ્યું કે પૂર્વ અધિકારીઓનો ડેટા ચોરી શકે છે તાલિબાન

તાલિબાને અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા બાદ હવે તે સરકાર બનાવવાની તૈયારી કરે છે. આ વચ્ચે Googleએ ઝટકો આપ્યો છે.ગૂગલે અફઘાન સરકારના ઇમેઇલ ખાતાઓને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. આ મામલે પરિચિત વ્યક્તિએ આ માહિતી આપી. જો કે, કેટલા ઇમેઇલ એકાઉન્ટ બંધ કર્યા છે તે આંકડો જાણી શકાયો નથી.

એવું કહેવામાં આવ્યું છે કે આ ગૂગલ દ્વારા આ કરવા પાછળનું કારણ એ છે કે પૂર્વ અફઘાન અધિકારીઓ અને તેમના સાથીઓ દ્વારા મોટી સંખ્યામાં ડિજિટલ જાણકારી છોડી દેવામાં આવી છે. જે તાલિબાનના હાથમાં આવવાની આશંકા છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકી સમર્થન વાળી સરકારના પડયા બાદ અને ત્યારબાદ તાલિબાનના કબ્જા બાદ એક મોટો ભય હતો. હકીકતમાં, કેટલાક અહેવાલોએ ડર વ્યક્ત કર્યો હતો કે તાલિબાન બાયોમેટ્રિક ડેટા અને અફઘાન પેરોલ ડેટાબેઝ દ્વારા સરકાર માટે કામ કરતા લોકો વિશેની માહિતી મેળવી શકે છે.

આ પછી, તાલિબાન લડવૈયાઓ તેમને શોધી શકે છે અને તેમને મોતને ઘાટ ઉતારી શકે છે. નોંધપાત્ર બાબત એ છે કે તાલિબાનના કબજા બાદથી દેશભરમાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે તાલિબાન સરકાર અથવા અમેરિકન દળો માટે કામ કરતા લોકોને પકડીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.

શુક્રવારે, ગૂગલે કહ્યું કે તે ઇમેઇલ એકાઉન્ટ્સને સુરક્ષિત કરવા માટે કામચલાઉ પગલાં લીધા છે. તો બીજી તરફ કંપનીએ ઇમેઇલ એકાઉન્ટ્સને સંપૂર્ણપણે બંધ કરવાની હકીકતનો સ્વીકાર કર્યો નથી. ગૂગલના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું, “નિષ્ણાતો સાથે પરામર્શ કરીને અમે અફઘાનિસ્તાનની સ્થિતિનું સતત મૂલ્યાંકન કરી રહ્યા છીએ.

” અમે ઇમેઇલ એકાઉન્ટ્સને સુરક્ષિત કરવા માટે કામચલાઉ પગલાં લઈ રહ્યા છીએ, કારણ કે યુદ્ધગ્રસ્ત દેશમાંથી માહિતી આવવાનું ચાલુ છે. એક ભૂતપૂર્વ સરકારી કર્મચારીએ જણાવ્યું હતું કે તાલિબાન ભૂતપૂર્વ અધિકારીઓના ઇમેઇલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 48 ,  1