ગોરો કી ન કાલો કી દુનિયા હૈ દિલવાલો કી..!! પણ આ ગોરાઓ માને તો ન..!

અશ્વેતની હત્યા બદલ ગોરા પોલીસને એક જ વર્ષમાં ફટાફટ સજા..

ભારતની નીચલી કોર્ટોમાં 3 કરોડ કેસો પડતર છે..

200 વર્ષ જુની લોકશાહીવાળા દેશમાં કાળાઓ પ્રત્યે આજે પણ..

રંગભેદ સામે લડનાર ગાંધીજી ભારતમાં ફરી આવવાનું પસંદ કરે..?

ગોરાઓને એલિયન ગમે છે પણ એ એલિયન કાળા રંગના નિકળ્યા તો..!?

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

25 મે, 2020ને હજુ ક વર્ષ પણ થયું નથી. 25 મેના રોજ ગયા વર્ષે અમેરિકામાં એક એવી ઘટના બની કે જેણે પોતાને સૌથી જુની લોકશાહી દેશ ધરાવનાર અમેરિકાની રંગભેદની નીતિ સામે અનેક સવાલો કર્યાં. અમેરિકાના મિનિયોપોલિસ નામના શહેરમાં 46 વર્ષિય જ્યોર્જ ફલોઇડ નામના અશ્વેત વ્યક્તિએ 20 ડોલરનો સામાન લીધો. તેણે જે નોટ આપી તે નકલી હોવાનો દુકાનદારે દાવો કર્યો અને તેમાં બોલાચાલી થઇ. તરત જ પોલીસ આવી અને એક ગોરા પોલીસે અશ્વેત ફલોઇડને પકડીને નીચે પાડી દીધો. તેના ગળામા પર પોતાનો પગ દબાવીને ગોરો પોલીસકર્મી બેસી ગયો. અશ્વેત ફલોઇડે રૂંધાતા શ્વાસે કહ્યું કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે…. પણ ગોરા પોલીસે તેની વાત ના માની અને અશ્વેત-બ્લેક ત્યાં જ મૃત્યુ પામ્યો.અમેરિકન મિડિયાએ આ ઘટનાને યોગ્ય કવરેજ આપ્યું અને જોતજોતામાં આખા અમેરિકામાં બ્લેક લાઇ મેટર…એટલે કે કાળાને પણ જીવવાનો અધિકાર છે..ની ચળવળ શરૂ થઇ.

25 મે, 2021ના રોજ તેને એક વર્ષ પુરૂ થાય તે પહેલાં અદાલતનો ફેંસલો આવી ગયો. અશ્વેત ફલોઇડના ગળા પર પગ મૂકનાર ગોરા પોલીસકર્મી ડેરેક ચૌવીન દોષિત ઠર્યો. તેને ઓછામાં ઓછા 40 વર્ષ જેલની સજા થઇ શકે. ફેંસલો આપનાર જ્યુરીમાં પણ 6 શ્વેત અને 6 અશ્વેત. 6 ગોરા અને 6 કાળા. બન્નેએ સમગ્ર કેસ, સાક્ષી, જુબાની, કાયદાની જોગવાઇ, સમય -સંજોગો વગેરેના આધારે માન્યું કે ગોરા પોલીસકર્મીએ ઇરાદાપૂર્વક તેના ગળા પર પોતાના ઘૂટણને મૂકીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. જોગ-સંજોગ કે યોગાનુયોગ કહો કે કોર્ટના ફેંસલાની થોડીક વાર પહેલાં જ અમેરિકામાં જ ઓહિયોના કોલંબસમાં 15 વર્ષની એક અશ્વેત કિશોરીને પોલીસે ગોળી મારી દીધી…!

ભારતની અદાલતોમાં 17 જુલાઇ 2020ની સ્થિતિએ જિલ્લા અને તેનાથી નીચલી કોર્ટોમાં 3.33 કરોડ કેસો, હાઇકોર્ટોમાં 41 લાખ અને સુપ્રિમ કોર્ટમાં 65 હજાર કરતાં વધારે કેસો પડતર હતા. જેમાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓ માર્યા ગયા હોય એવા પણ કેસોનો સમાવેશ થાય છે.અમેરિકામાં ફલોઇડના કેસમાં એક વર્ષ પહેલાં જ ફેંસલો આપી દેવાયો. ભારતમાં તારીખ પે તારીખ..તારીખ પે તારીખ…! જો કે તેમાં વાંક જ્યુડીસીયરી-ન્યાયતંત્રનો નથી. આગુ સે સીસ્ટમ હી ઐસી ચલી આ રહી હૈ કી તેમાં પરિવર્તનના ઘણાં પ્રયાસો થયા પણ નિયત સમયમાં ફેંસલો આવતો નથી.

P54GFC Dr. Martin Luther King, Jr. and President Lyndon B. Johnson meeting at the White House on March 18, 1966. (USA)

2012માં દિલ્હીના નિર્ભયા ગેંગ રેપ કેસમાં દોષિતોને 2020માં ફાંસીએ ચઢાવતાં ચઢાવતા એક રીતે કોર્ટને પણ કદાજ ભારે મહેનત કરવી પડી હતી. દોષિત આરોપીઓ કાયદાની તમામ છટકબારીઓનો લાભ લઇ રહ્યાં હતાં. છેવટે જ્યારે તમામ રસ્તા બંધ થયા તે પછી તેમને ફાંસી આપવામાં આવી હતી. આ બધુ ચાલી રહ્યું હતું તે દરમ્યાન હૈદ્રાબાદમાં એક વેટરનરી મહિલા ડોક્ટર પર ગેંગરેપની ઘટના બની. આરોપીઓ પકડાયા અને પોલીસ પકડાયેલા આરોપીઓને તપાસ માટે ઘટના સ્થળે લઇ જવાયા ત્યારે પોલીસના જાપ્તામાંથી નાસવાનો પ્રાયસ કરતાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર…!! ત્યાંની મહિલાઓએ પોલીસ પર પુષ્પવર્ષા કરી હતી.,,,!!

અમેરિકામાં ભલે 200 વર્ષ જુની લોકશાહી હોય તેમ છતાં રંગભેદમાં તે હજુપણ બદનામ છે. ગોરા અને કાળા વચ્ચેનો ભેદ હજુપણ છે. અને જેનો દાખલો 25 મે, 2020ની ઘટના છે. ગોરો પોલીસ કાળા નાગરિકના ગળા પર ઘૂટણ દબાવીને એક હાથ ખિસ્સામાં નાંખીને જાણે શિકાર બાદ ફોટો પડાવતા હોય તેવી મુખમુદ્રામાં જોવા મળ્યો હતો..!

અશ્વેત માર્ટિન લ્યૂથર કિંગ ફલોઇડની જેમ આફ્રિકન અમેરિકન હતો. તેમણે 1955માં અમેરિકામાં કાળા અને ગોરા વચ્ચેના ભેદભાવ સામે ચળવળ શરૂ કરી. જેને ભારે પ્રતિભાવ મળ્યો. પણ 1968માં તેની હત્યા કરી દેવાઇ..! માર્ટિને કહ્યું હતું કે રંગભેદની નીતિ સામે લડવાની પ્રેરણા તેમણે ભારતના મહાત્મા ગાંધીજી પાસેથી મેળવી હતી…! સલામ છે ભારતના મહાન સપૂતને કે જેમના જીવનમાંથી તેમણે પ્રેરણા લઇને જે ચળવળ શરૂ કરી તે પછી અમેરિકામાં ગોરાઓ દ્વારા કાળાઓ પ્રત્યેનો તિરસ્કાર કે સૂગ કંઇક ઓછો થયો હતો. પણ માર્ટિનની હત્યા બાદ અને આજે 21મી સદીમાં પણ કાળા નાગરિક ફ્લોઇડને આરામથી મારી નાંખવાની ઘટનામાં ગોરા પોલીસની માનસિક્તા 200 વર્ષ પહેલા જેવી હશે..!

મહાત્મા ગાંધીજી જ્યારે મહાત્મા નહીં પણ બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી હતા ત્યારે વિદેશમાં એક અસીલનો કેસ લડવા દ.આફ્રિકા ગયા હતા. 7 જૂન 1893ના રોજ તેઓ પ્રથમ વર્ગની ટિકિટ લઇને ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યાં હતા. એશિયન અને કાળા રંગનો પ્રથમ વર્ગમાં મુસાફરી કરે છે..તેની આટલી હિંમત…? અને પ્રથમવર્ગમાં પ્રવાસ કરી રહેલા ગોરાઓએ મિ. ગાંધીને પીટરમેર્ટ્ઝબર્ગ સ્ટેશને સામાન સહિત ધક્કો મારીને ફેંકી દીધા..! તેઓ દ. આફ્રિકામાં શેઠ અબ્દુલ્લાનો કેસ લડવા રાજકોટથી વિલાયત પહોંચ્યા હતા. પણ ગોરા અને કાળાનો જે રંગભેદનો કડવો અનુભવ તેમને થયો તે પછી તેમણે વિદેશની ધરતી પર તેની સામે અવાજ ઉઠાવીને લડત ચલાવી હતી અને તેમાં સફળ પણ થયાં હતા. તેમની ચળવળ માર્ટિન માટે પ્રેરણા બની હતી.

ચામડી..ચામડીનો વળી રંગભેદ કેવો..? ગોરાઓ પણ માણસ છે અને રંગે કાળા એવા લોકો પણ માણસ છે. પરંતુ તેને સામંતશાહી કે જમીનદારી પ્રથા કહી શકાય. કે જેમાં, અમુકને તો દબાવીને જ રાખવાના અને કોઇ બોલે તો સર કુચલ ડાલો…! 200 વર્ષ જુની લોકશાહી ધરાવનાર અને અતિઆધુનિક સુખ સુવિધા અને એલિયનની સાથે વાત કરનાર અમેરિકા માટે જાણે કે બ્લેક લાઇવ ડઝનોટ મેટર…!! આ ધોળિયા અમેરિકાનું માનસ છે કે જેણે જ્યોર્જ ફલોઇડનો જીવ લીધો…

રખે કોઇ માને કે આ છેલ્લી ઘટના હશે. આવા તો હજુ ઘણાં બનાવો બનશે અને ફરીથી કોઇ નવો માર્ટિન લ્યૂથર કિંગ અવતાર લે તો જ કાળા-ગોરા વચ્ચેનો ભેદભાવ દૂર થઇ શકે.રંગભેદની અન્યાયી નીતિ સામે અમેરિકામાં નવો માર્ટિન લ્યૂથર કિંગ અવતાર લે તે પહેલાં ભારતમાં ફરીથી ગાંધીજીએ અવતરવુ પડે. તો જ નવો અવતારી માર્ટિન તેમાંથી પ્રેરણા લે…! શું લાગે છે..? ગાંધીજી ફરીથી ભારતમાં અવતરવાનું પસંદ કરે…? સચ કહના ઔર સચ કે સિવા કુછ નહીં..! ગાંધીની ભૂમિમાંથી જ દેશ-દુનિયાને આ સંદેશો અપાયો છે- ગોરો કી ન કાલો કી દુનિયા હૈ દિલવાલો કી..!! ગોરે રંગ પે ન ઇતના ગુમાન કર…ગોરા રંગ દો દિન મેં ઢલ જાયેંગા…! પણ ગોરી ચામડીની ઘેલછા એટલી બધી છે કે મોબાઇલમો મોટાભાગનો ડેટા એમાં જ વપરાઇ જાય છે….! અબ યે મત કહના કી યૈ જુઠ હૈ…યે જુઠ હૈ…! હાં, યે સચ હૈ… !

તંત્રીઃ દિનેશ રાજપૂત

 29 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર