મફત વેક્સિન લીધી છે, પૈસા ક્યાંથી આવશે?

પેટ્રોલ-ડીઝલના ભાવ પર બોલ્યા મોદીના મંત્રી

‎દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે. અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, ભોપાલ, બેંગલુરુ, પટના, ચંદીગઢ, લખનઉ, નોઇડા સહિતના શહેરોમાં 100 રૂપિયામાં એક લિટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે એટલું જ નહીં અમદાવાદ મુંબઈ અને ભોપાલમાં ‎‎ડીઝલની‎‎ કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી રામેશ્વર તેલી‎‎નું‎‎એક મોટું નિવેદન સામે આવ્યું છે.

આસામની મુલાકાતે ગયેલા કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું કે ઈંધણના ભાવ વધારે નથી તેમાં ટેક્સ સામેલ છે. લોકોએ મફત વેક્સિન તો લીધી છે, પૈસા ક્યાંથી આવશે? તમે પૈસા ચુકવ્યા નથી, પૈસાને આ રીતે એકત્ર કરાઈ રહ્યાં છે.

‎૩૦ પૈસા જ્યારે ડીઝલમાં ૩૫ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. સોમવારના વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૧૦૪.૪૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૩.૧૭ રૂપિયા પ્રતિ લિટરને સ્પર્શી હતી. મુંબઈમાં પેટ્રોલ 110.41 રૂપિયા અને ડીઝલ 101.03 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. આ મહિને અત્યાર સુધીમાં સોમવાર, 4 ઓક્ટોબર સિવાય આ ઇંધણના ભાવમાં દરરોજ વધારો થયો છે. આ જ મહિનાના 10 દિવસમાં પેટ્રોલમાં 3.30 રૂપિયાનો વધારો થયો છે જ્યારે પેટ્રોલ 2.80 રૂપિયા મોંઘું થયું છે.

 77 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી