અમદાવાદ: ગણેશ જીનેસિસ ફ્લેટમાં લાગેલી આગમાં મહિલાનું મોત, જુઓ અંદરના Pics

અમદાવાદનાં જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે.

ત્યાર બાદ આ આગની અસર 5, 7 અને 9માં માળ પર થઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ છે. હાલમાં આગ કાબૂમાં લેવાઇ છે.તેમજ 15 લોકોને બચાવવામાં આવ્યા છે.

આગ લાગતા 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરકલ ઘટના સ્થળે પહોંચ્યા હતા છે. હાલ 5 જેટલા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો છે. આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોને સોલા સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે.

આગની ઘટના બાદ મીડિયા સાથે વાતચીત કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરે જણાવ્યું હતું કે આગમાં 35 લોકોને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા છે. જેમાંથી સાત લોકેને ઊંચકીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડની સીડી ન ખુલી ન હતી. આ અંગે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે, ગાડીની આગળ લોકો ઉભા રહી ગયા હોવાથી સેન્સર કામ કરતું બંધ થઈ ગયું હતું. આ કારણે સીડી ખુલી ન હતી.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી