ઈદ-એ-મિલાદ માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન..

મહોલ્લામાં 400 લોકોની મર્યાદામાં જુલુસ કાઢી શકાશે

રાજ્ય સરકારે આ વર્ષે ઇદ મિલાદના અવસરે  ઝુલુસને મંજૂરી આપી છે. મંગળવાર 19 ઓક્ટોબરે ઇદ છે, ત્યારે કોવિડના નિયમો સાથે સહ શરત ઝુલુસ કાઢવાની સરકારે મંજૂરી આપી છે. રાજય સરકારે ઇદે મિલાદના પર્વની ઉજવણીને લઇને એક માર્ગદર્શિકા જાહેર કરી છે.

ઉલ્લેખનિય છે કે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ઇદે મિલાદમાં ઝુલુસ માટે પરમિશન આપવામાં આવે તેવી ઇચ્છા મુસ્લિમ બિરાદરોની હતી. જેના પગલે કોંગ્રેસના દરિયપુર બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને  અને વાંકાનેરના ધારાસભ્ય જાવિદ પીરજાદાએ ઇદના અવસરે ઝુલુસના આયોજન માટે પરવાનગી આપવા માટે રજૂઆત કરી હતી. આ તમામ ધારાસભ્યોની રજૂઆત બાદ અને વિચાર વિમર્સ બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે ઇદ મિલાદના અવસરે ઝુલુસની પરવાનગી આપી છે. 

જેમાં જુલુસ મહોલ્લા સુધી જ કાઢવાનું હોય તો 400 લોકો ભાગ લઈ શકશે. જો એક કરતા વધુ વિસ્તારોમાં જુલુસ કાઢવાનું હોય તો 15 લોકોની મર્દાયા રહેશે. આ સિવાય સરકારે કહ્યું કે ઈદ-એ-મિલાદના જુલુસનું આયોજન માત્ર દિવસે કરી શકાશે. આ જુલુસ જે વિસ્તારમાં હશે ત્યાં જ ફરી શકશે. જુલુસ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. 

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી