વાઈસ એડમીરલ કરમવીરસિંહ બનશે 24માં નેવી ચીફ, 31 મેંએ સુનીલ લાંબા થશે નિવૃત

મોદી સરકારે દેશના હવે પછીના નૌકાદળના વડા તરીકે વાઈસ એડમીરલ સુનિલ લાંબાની જગ્યાએ વાઈસ એડમીરલ કરમવીરસિંહની વરણી કરી છે. સુનીલ લાંબાનો કાર્યકાળ 31 મે 2019ના રોજ સમાપ્ત થશે. રક્ષામંત્રાલયના પ્રવક્તાએ આ બાબતની જાણકારી ટ્વીટ કરીને આપી છે.

વાઇસ એડમિરલ કરમબીર સિંહ જુલાઇ 1980માં ભારતીય નૌસેનામાં સામેલ થયા હતા. 1982 સુધી તેમની નિયુક્તિ હેલિકોપ્ટરના પાયલટ તરીકે હતી. તેઓ ચેતક અને કામોવ હેલિકોપ્ટર પણ ઉડાવી ચૂક્યા છે.

39 વર્ષના પોતાના કરિયરમાં તેઓ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપને કમાન્ડ કરી ચૂક્યા છે. તેઓ વેસ્ટર્ન ફ્લીટ ઓપરેશનના ઓફિસર પણ રહી ચૂક્યા છે.

 91 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી