અમદાવાદમાં રથયાત્રાની સરકારે આપી મંજૂરી

જ્યાં રથયાત્રા નિકળશે ત્યાં કર્ફ્યું લાગશે: પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને હવે બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રાને લઇને અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આ અંગે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળશે તેની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે, આ સમાચાર મળતા જ શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

તેમજ જાડેજાએ કહ્યું કે, જ્યાંથી રથયાત્રા પસાર થશે તે રૂટ પર કફર્યું લાદવામાં આવશે. પ્રસાદના વિતરણ પણ પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે જ્યારે તમામ ભક્તોને ઓનલાઈન દર્શન કરવા સરકારે અપીલ કરી છે. ગજરાજ,અખાડા, મંડળી અને ટ્રકોને રથયાત્રામાં મંજૂરી આપવામાં આવી નથી.

ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા પર આખરે રૂપાણી સરકારે અંતિમ મહોર મારી છે. ગાંધીનગર ખાતે અગાઉ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલીક શરતોને આધિન અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાના કારણે નાથની નગરચર્ચા થઈ ન હતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવ્યાં હતાં. જો કે આ વર્ષે રથયાત્રાને શરતી મંજૂરી મળતા ભક્તો ઉત્સાહિત છે.

સરસપુર આવવાના તમામ રસ્તાઓ પર બંદોબસ્ત
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે 4 દિવસ જ બાકી છે. ત્યારે તૈયારીઓને આખરી આપો દેવામાં આવ્યો છે. નિજ મંદિર ખાતે તો પુરજોશમાં તૈયારી ચાલી રહી છે સાથે જ ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.સરસપુર રણછોડજી મંદિરે દર્શન માટે આવતા ભક્તોનો ઘસારો વધ્યો છે અને હજુ ઘસારો વધતો રહેશે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરસપુર મંદિર,સરસપુરના મુખ્ય રોડ,પોળ તથા સરસપુર આવવાના તમામ રસ્તાઓ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 24 ,  1