મોરબીમાં સરકારી દાવાનો ભાંડો ફૂટ્યો..! ભાજપ કાર્યાલયે 987 લોકોના કોરોના ટેસ્ટિંગમાં 218 પોઝિટિવ

આરોગ્ય વિભાગ તરફથી 40થી ઓછા કેસ દર્શાવાય છે

મોરબીમાં સરકારી આરોગ્ય તંત્રનો ભાંડો આજે ફૂટી ગયો છે, રોજે રોજ 30 કે 32 પોઝિટિવ કેસ બતાવતા આરોગ્ય વિભાગના આંકડા સામે આજે ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરાયેલ ટેસ્ટિંગમાં 987 લોકો પૈકી 218 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

આજે સવારથી મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકોના વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરવામાં આવતા લોકોએ રીતસર લાઈનો લગાવી હતી અત્યાર સુધીમાં કુલ 987 લોકોના કોરોના ટેસ્ટ થયા છે જે પૈકી 218 લોકો કોરોના પોઝિટિવ આવતા આ તમામ લોકોને દવા આપી હોમ આઇસોલેટ કરાયા છે. આમ મોરબીમાં સરકારી આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રની પોલ ભાજપ કાર્યાલયે હાથ ધરવામાં આવેલ ટેસ્ટમાં ખુલવા પામી છે અને હજુ પણ 15 થી વધુ લોકોના ટેસ્ટ બાકી હોય આ આકડો હજુ પણ વધે તેમ હોવાનું મનાય રહ્યું છે.

-જનક રાજા

 60 ,  1