સરકાર નિષ્ફળતા છુપાવવા સત્રના દિવસો ઓછા કર્યા – પરેશ ધાનાણી

કોરોના મૃતક પરિવારજનોને રૂ. 4 લાખની સહાય કરો – ઇમરાન ખેડાવાલા

ગુજરાત વિધાનસભા ના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવા જઈ રહેલા નીમાબહેન આચાર્યનું વિધાનસભા પોડીયમ માં કચ્છના નાગરિકો અને મહિલાઓએ કર્યું સન્માન. કચ્છથી આવેલા નાગરિકો અને કાર્યકર આગેવાનોએ સન્માન કર્યું. વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધરાસભ્યોનો દેખાવો શરૂ થયો છે. એપરન પહેરીને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ. 4 લાખની સહાય કરવાની માગણી સાથે દેખાવ કર્યા છે.

આજથી બે વિધાનસભાનું સત્ર મળનાર છે ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા છે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન આપતા કહ્યું કે સરકાર નિષ્ફળતા છુપાવવા સત્રના દિવસો ઓછા કરે છે, ત્યારે વિપક્ષ સરકારની આ નિષ્ફળતાઓને ઉજાગર કરશે. વધુમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોરોનામાં 3 લાખથી વધુ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે તેવું પરેશ ધાનાણીએ કોરોના પીડિત પરિવારોને પૂરતું વળતર મળે તેવા પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે તેવું કહેતા સરકાની મનાસ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. 

પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે વિધાનસભામાં ઉપાધ્યક્ષનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે અગાઉ કોંગ્રેસની સત્તમાં વિધાનસભાના ઉપાધ્યક્ષના પદ માટે વિરોધ પક્ષના નેતા જ બનતા પરતું આવખે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેમાં સત્તાપક્ષ જ શાસન ચલાવે છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ઉપાધ્યક્ષ તરીકે અનિલ જોષીયારાનું નામ આગળ કર્યું છે. મહત્વનું છે કે આજે કોંગ્રેસ વિધાનસભાન સત્ર પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે, જેને લઈને મનાઈ રહ્યું છે કે આ બે દિવસ ચાલનાર વિધાનસભા સત્ર પણ હંગામેદાર બનેશે તેવું લાગી રહ્યું છે.

આ તરફ આજે વિધાનસભાનું સત્ર મળનાર છે ત્યારે આ સત્રમાં વિવિધ ચાર જેટલા વિધેયક લવાશે અને સુધારા કાયદાઓ પણ લવાશે ત્યારે બીજી બાજુ વિરોધ પક્ષ કોંગ્રેસ પણ કોવિડ સારવાર, મૃતકોને સહાય, તૌકતે વાવાઝોડા, અતિવૃષ્ટિ સહિતના પ્રશ્નો ઉઠાવી ગૃહમાં વિરોધ કરે તેવું મનાઈ રહ્યું છે. 

ગુજરાત વિધાનસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આર્ચય બન્યા છે ત્યારે તેમના માટે પણ આજે વિધાનસભાન સત્રનો પ્રથમ દિવસ હશે, આ સત્ર દરમિયાન શરૂઆતમાં કોરોનામાં અવસાન પામનારને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, વિધાનસભામાં ગૃહમાં શોક દર્શક ઉલ્લેખો રજૂ કરાશે, મહત્વનું છે કે આજે ઉપાધ્યક્ષની ચૂંટણી થનાર છે ત્યારે ચૂંટણી બાદ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોતરી પર ચર્ચા પણ કરવામાં આવશે. આજે મળનાર સત્રમાં વિધાનસભામાં 2 સરકારી બિલ રજૂ કરવામાં આવશે, ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક રજૂ થશે, શિક્ષણમંત્રી ખાનગી યુનીવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક રજૂ કરશે, આ સત્રમાં નાણામંત્રી ગુજરાત માલ સેવા વેરા સુધારા વિધેયક રજૂ કરશે. 

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી