કોરોના કેસ વધવા પાછળ સરકાર જવાબદાર : ગ્યાસુદ્દીન શેખ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો એકઠા થયા તેનાથી સંક્રમણ વધ્યું : કોંગ્રેસ ધારાસભ્ય

કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાત્રિ કર્ફ્યૂ અને વધતા કોરોના સંક્રમણને લઇ સરકાર પર નિશાન સાધ્યું છે. કંટ્રોલમાં આવેલો કોરોના ચૂંટણી બાદ ફરી બેકાબૂ બનતા કોંગ્રેસ ધારાસભ્યએ સરકારને જવાબદાર ઠેરવ્યા છે.

રાજ્યમાં ફરી એકવાર કોરોના સંકટ વધી રહ્યું છે, જેને લઇને રાજ્ય સરકારે ફરી રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો છે. આવતીકાલથી એટલે કે, 17 માર્ચ 2017 થી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જો કે, રાત્રિ કર્ફ્યૂનો સમય વધારતા એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ચારેય કર્ફ્યૂગ્રસ્ત શહેરોમાં રાતના 10 વાગ્યા બાદ એસટીની એકપણ બસને શહેરની અંદર પ્રવેશ મળશે નહીં. આ ઉપરાંત રાતના 9 વાગ્યા બાદ એકેય બસ શહેરની અંદરથી ઉપડશે નહીં.

ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કોરોના કેસ વધવા પાછળ સરકાર જવાબદાર છે. ચૂંટણી ન કરવા બાબતે હાઇકોર્ટમાં પીએલઆઈ કરી હતી. ચૂંટણીમાં રાજકીય મેળાવડા થયા, ચૂંટણીમાં છૂટછાટને લીધે કોરોના વિસ્ફોટ થયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો એકઠા થયા તેનાથી સંક્રમણ વધ્યું.  65 હજાર કરતા વધુ લોકો ક્રિકેટ જોવા એકઠા થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કરફ્યુના નિર્ણયથી નાના વ્યાપારીની સ્થિતિ કફોડી બનશે. સરકાર 12 થી 6નું કરફ્યુ રાખે તેવી માંગ પણ કરી હતી. 168 કરોડ રૂપિયા માસ્કના મને ખંખેરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ સરકાર પર તેમણે કર્યો હતો. 

 68 ,  1